<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

સરસ્‍વતિનગરમાં હિરલબેન ચોૈહાણને પાડોશીઓએ ગડદા પાટાનું માર માર્યો

રાજકોટ તા. ૧૫: ઉજ્જૈનના શીપરા ગામે સાસરૂ ધરાવતાં હિરલબેન શ્‍યામભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૦) હાલ મવડી ૧૫૦ રીંગ રોડ ફોર્ચ્‍યુન હોટેલ પાછળ સરસ્‍વતિનગરમાં માવતરના ઘરે ડિલીવરી માટે આવ્‍યા હોઇ પાડોશમાં રહેતાં ઇન્‍દિરાબેન, રતનબેન અને કાર્તિકે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

હિરલબેનને પંદર દિવસ પહેલા જ ડિલીવરી આવી છે. તેના માતાના પાડોશમાં રહેતાં ઇન્‍દિરાબેન સીહતનાએ ઘર પાસે ગાળો બોલવા મામલે માથાકુટ કરી મારકુટ કરી લીધાનું જણાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(2:56 PM IST)