તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
લોકમેળોઃ તૈયારીઓ સંદર્ભે કલેકટરે સ્પે.મહેકમ ફાળવ્યું: આવતા અઠવાડિયે ફોર્મ વિતરણ

રાજકોટ, તા. ૧પઃ સૌરાષ્ટ્રના સાંસ્કળતિક વારસા સમાન અને લાખો લોકોની આસ્થા તથા મનોરંજનનું મુખ્ય કેન્દ્ર એવા રાજકોટના સુપ્રસિદ્ધ પરંપરાગત લોકમેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
લોકમેળા સમિતિ દ્વારા વિવિધ ટેન્ડરોની પ્રક્રિયા અને ફોર્મ વિતરણની તૈયારીઓનો તબક્કો શરૂ કરી દેવાયો છે.
કલેક્ટર કચેરીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કલેક્ટર દ્વારા લોકમેળા માટે એક સ્પેશિયલ મહેકમ (સ્ટાફ) ફાળવી દેવામાં આવ્યું છે. આ કામગીરી માટે સિટી પ્રાંત-૧ ખાતે હાજર થવા માટે સંબંધિત કર્મચારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે. હાલમાં આ કામગીરી માટે ૪ થી ૫ કર્મચારીઓનો ખાસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.
લોકમેળામાં ભાગ લેવા ઈચ્છતા વેપારીઓ અને સ્ટોલ ધારકો માટે મહત્વના સમાચાર એ છે કે, આવતા અઠવાડિયા સુધીમાં લોકમેળાના ફોર્મ વિતરણની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવશે
(3:04 PM IST)










