<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

આનંદ બંગલા પાસે કડીયા કામની સાઇટ પર બીજા માળેથી યુવતિ પટકાઇ

રાજકોટ તા. ૧૪: આનંદ બંગલા ચોકમાં આનંદનનગરમાં વિરેનભાઇ કાકરેચાની બાંધકામ સાઇટ પર રહી અહિ જ મજુરી કરતી રવિનાબેન કોઠીયાભાઇ મહાલી (ઉ.વ.૧૮) નામની મુળ મધ્‍યપ્રદેશની યુવતિ સવારે સાઇટ પર કામ કરતી હતી ત્‍યારે બીજા માળે પગ લપસતાં પડી જતાં ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.   રવિનાબેન બે ભાઇની એકની એક નાની બહેન છે. તે પરિવારમાં કાકા, ભાઇ સાથે અહિ કડીયા કામની મજુરી કરે છે. હાલ તેણી સારવાર હેઠળ છે. 

(3:57 PM IST)