તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
જનકરાજા અનંત સફરે... પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન
વિવિધ ક્ષેત્રના રાજકીય અને સામાજીક આગેવાનોએ અશ્રુભીની આંખે આપી અંતિમ વિદાય : ગુરૂવારે રાષ્ટ્રીયશાળામાં પ્રાર્થનાસભા

રાજકોટ : અંતિમ પ્રયાણ... રાજકોટના પૂર્વ મેયર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાયાના કાર્યકર સ્વ. જનકભાઈ કોટકનું ગઈકાલે નિધન થયું હતું. ગત સાંજે તેમના નિવાસસ્થાનેથી નીકળેલી સ્મશાનયાત્રામાં શહેરના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સદગત જનકભાઈને પુષ્પાંજલિ અર્પણ કરી પરિવારને સાંત્વના આપી હતી. તસ્વીરમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, અંજલિબેન વિજયભાઈ રૂપાણી, ડો. દર્શીતાબેન શાહ, કાશ્મીરાબેન નથવાણી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, પૂર્વ ધારાસભ્ય ઉમેશભાઈ રાજ્યગુરુ, તેમજ અગ્રણીઓ સર્વશ્રી દિનેશભાઈ કારીયા, હરેશભાઇ જોશી, પુનિત સદ્ગુરૂં ભજન મંડળના જયેશભાઇ નથવાણી અને તેજસ ત્રિવેદી સહિતના આગેવાનો નજરે પડે છે. સદગતના આત્માની શાંતિ માટે આગામી તા. ૧૮ ને ગુરુવારે સાંજે ૫:૦૦ થી ૬:૩૦ દરમિયાન રાષ્ટ્રીય શાળા ખાતે પ્રાર્થનાસભા રાખવામાં આવી છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(10:54 AM IST)










