<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

ગાંધીગ્રામના મનજીતે એમ. એમ ગૃહ ઉદ્યોગના નામે ખાતુ ખોલી સાયબર ગઠીયાને આપ્‍યું: લાખોના ટ્રાન્‍જેકશન

ગોૈતમનગરમાં રહેતાં મનજીતને પોતાના એક અને પત્‍નિના બે એકાઉન્‍ટ ભાડે આપી ૯૦ હજાર કમિશન ખાધું: ગેમીંગ અને ફ્રોડના નાણા જમા થયા હતાં: સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ટેલિગ્રામ યુઝરની શોધખોળ

રાજકોટ તા. ૧૬: સાયબર ગુનાઓ આચરતા અને ફ્રોડના નાણાં સગેવગે કરતા તત્‍વો સામે ઓપરેશન મ્‍યુલ હન્‍ટ ૨.૦ અંતર્ગત કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ હેઠળ રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશનમાં વધુ એક ગુનો દાખલ થયો છે. જેમાં ગાંધીગ્રામ ગોૈતમનગરમાં રહેતાં એક શખ્‍સે કમિશનની લાલચમાં પોતાના અને પત્‍નિના અલગ અલગ ખાતાઓ ભાડે આપી તેમાં લાખોના સાયબર ફ્રોડના નાણા ટ્રાન્‍સફર કર્યાનું ખુલતાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના એએસઆઇ વી. એન. કુછડીયાએ ગાંધીગ્રામ ગોૈતમનગર મેઇન રોડ પર કૃતિ રેસિડેન્‍સીમાં રહેતાં મનજીત શશીકાંતભાઇ ભીમજીયાણી અને ટેલીગ્રામ યુઝર આઇડી એટધરેટ અબોનીંગ૯૮૯૦ના ધારક સામે ગુનો નોંધ્‍યો છે. સાયબર ગઠીયાઓએ મનજીત અને તેના પત્‍નિના બેંક ખાતા ભાડે રાખી તેમાં ફ્રોડના રૂપિયા ટ્રાન્‍સફર કર્યા હતાં.

સાયબર ક્રાઈમ પોલીસની પ્રાથમિક વિગતો મુજબ, ઉચ્‍ચ અધિકારીઓની સૂચનાથી સમન્‍વય પોર્ટલ અને એનસીપીઆર પોર્ટલ ઉપર ઉપલબ્‍ધ વિગતોની ચકાસણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલા એક શંકાસ્‍પદ મ્‍યુલ બેંક ખાતાની કડી પોલીસના હાથે લાગી હતી.

તપાસ દરમિયાન એક્‍સિસ બેંકનું એક ખાતું મળી આવ્‍યું હતું, જે એમ.એમ. ગળહ ઉદ્યોગના નામે રજીસ્‍ટર્ડ હતું. આ ખાતાના પ્રોપ્રાઈટર મનજીત શશીકાંતભાઈ ભીમજીયાણી (ઉંમર વર્ષ ૩૬, ધંધો-નોકરી, રહે. ગાંધીગ્રામ, ગૌતમ નગર મેન રોડ, કળતિ રેસીડેન્‍સી, રાજકોટ) હોવાનું માલુમ પડયું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્‍યું છે કે આ ચોક્કસ બેંક ખાતામાં દેશના જુદા-જુદા રાજ્‍યોમાંથી છેતરપિંડીના ભોગ બનેલા લોકોના નાણાં ટ્રાન્‍સફર કરવામાં આવ્‍યા હતા. એનસીપીઆર પોર્ટલ પર નોંધાયેલી વિગતો અનુસાર, આ ખાતામાં કુલ ૧૫ જેટલા શંકાસ્‍પદ ટ્રાન્‍ઝેક્‍શન્‍સ અલગ-અલગ તારીખોમાં થયા છે.

આ એકાઉન્‍ટમાં ફ્રોડની લાખોની રકમ જમા થઈ હતી, જેમાં મુખ્‍ય ટ્રાન્‍ઝેક્‍શન્‍સ જોઇએ તો ૩,૪૫,૦૦૦, ૪,૦૧,૨૩૩, ૨૦૦,૦૦૦, ૪,૮૫,૭૧૩, ૪,૯૯,૫૮૭, ૩,૯૯,૪૨૫, ૨,૯૫,૦૦૦, ૪,૯૯,૯૫૪, ૪,૦૧,૨૫૦, ૪,૫૫,૯૯૧, ૩૦૦,૦૦૦, ૨,૯૬,૪૫૨ રૂપિયાના ટ્રાન્‍જેક્‍શન થયા હતાં.

આથી  સાયબર ક્રાઈમ પોલીસે બેંક ખાતાધારક મનજીત ભીમજીયાણીને પોલીસ સ્‍ટેશને બોલાવીને આકરી પુછપરછ કરી, ત્‍યારે આખા રેકેટનો ભાંડો ફૂટયો હતો. તેણે કબૂલાત કરી હતી કે ગેમિંગના તથા ફ્રોડના નાણાં મેળવી કમિશન કમાવવાની લાલચે તેણે  એટધરેટએઓબીંગ૯૮૯૦ આઈડી ધરાવતા એક અજ્ઞાત ટેલિગ્રામ યુઝરને પોતાનું એક્‍સિસ બેંકનું ખાતું વાપરવા આપ્‍યું હતું. આ ખાતાના વપરાશના બદલામાં તેને રૂ. ૩૦,૦૦૦નું કમિશન પણ મળ્‍યું હતું.

વધુ પુછતાછ થતાં મનજીતે કબુલ્‍યું હતું કે તેણે પોતાના પત્‍નિના નામના પણ બે બેંક ખાતાઓ ખોલાવી આ ટેલીગ્રામ યુઝર આઇડીવાળાને ઓપરેટ કરવા આપી દીધા હતાં. આમ કુલ ત્રણ ખાતા વાપરવા આપ્‍યા તેના બદલામાં રૂા. ૯૦ હજાર તેને કમિશન મળ્‍યું હતું. પોલીસે કહ્યું કે મનજીત ભીમજીયાણી અને ટેલિગ્રામ યુઝર જાણીજોઈને કે આ ખાતાઓમાં સાયબર ફ્રોડ કે લોન્‍ડરિંગના નાણાં આવી રહ્યા છે, છતાં પોતાના અંગત આર્થિક લાભ-કમિશન માટે પુર્વયોજિત કાવતરું રચીને ગુનાહિત કળત્‍યમાં ભાગીદાર બન્‍યા છે. આથી તેની સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે

(2:39 PM IST)