<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

રાજકોટની કોર્ટમાં શરૂ થયેલ પોસ્‍ટ ઓફિસમાં કોર્ટ ફી અને નોટરીઓની ટિકિટનું વેચાણ શરૂ કરાયું

રાજકોટ, તા.૧૬: રાજકોટ બાર એસોસિએશનની યાદીમા જણાવ્‍યું છે કે નોટરી ભાઈઓ બહેનો માટે ખુશીના સમાચાર  છે કે આજથી રાજકોટ અદાલતમાં ન્‍યાય મંદિર ખાતે આવેલ પોસ્‍ટ ઓફિસમાં નોટરીની ટિકિટો વેચાણ ચાલુ કરવામાં આવેલ છે તેમજ કોટૅ ફી ટિકિટનું પણ વેચાણ શરૂ કરવામાં આવેલ છે તમામ વકીલો માટે જે તકલીફ ઊભી થતી હતી એ તકલીફો સરકારમાં રાજકોટ બારના પ્રમુખ સુમિત વોરા સેક્રેટરી નિલેશભાઈ પટેલની રજૂઆતના અંતે મંજૂર કરવામાં આવેલ છે અને હવે પછી વકીલો અને નોટરી અને પડતી તકલીફમાંથી છુટકારો થયેલ છે.

હવે વકિલો નોટરીઓ કોટૅમા આવેલ પોસ્‍ટ ઓફિસમાંથી ટીકીટ  લઇ શકશે તેમ બાર એસોના પ્રમુખ સુમિતવોરા અને સેક્રેટરી નિલેશ પટેલ ની યાદીમાં જણાવાયું છે

(2:20 PM IST)