તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 16th June 2026
સમસ્ત રામાનંદી સાધુ સમાજ દ્વારા ૭૦૦ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ અને સન્માન સમારોહ યોજાયોઃ માતળશક્તિ વંદના અંતર્ગત સમાજની પ્રતિભાવંત મહિલાઓનેઃનારી રત્ન એવોર્ડ અર્પણ

રાજકોટઃસમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ પરિવાર દ્વારા પાઠવવામાં આવેલી પ્રેસનોટ મુજબ, સમસ્ત રામાનંદી યુવા સમાજ રાજકોટ દ્વારા ગત વર્ષમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે સત્કાર સમારંભ તથા નિઃશુલ્ક ફૂલ સ્કેપ ચોપડા વિતરણનો કાર્યક્રમ સેવા ભારતી ભવન, મધ્યસ્થ ખંડ પ્રથમ માળ, અમુલ સર્કલ પાસે, એસટી સ્માર્ટ બસ સ્ટોપ સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૧૨ માં ઉત્તીર્ણ થયેલા પ્રથમ, દ્વિતીય અને તળતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવેલ ૭૦૦ થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનોને અડધો ડઝન ફૂલ સ્કેપ ચોપડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. મહિલા સશક્તિકરણને વેગ આપવા અને સમાજનું નામ રોશન કરનાર નારીઓ માટે ઁમાતળશક્તિ વંદના અંતર્ગત નારી રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા અને મહિલા સશક્તિકરણના ઉમદા કાર્યો માટે નવી ટીમની પણ નિમણૂક કરવામાં આવી હતી.
આ સમારોહ સંતો-મહંતોની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં વિશેષ ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય ૧૦૦૮ મહામંડલેશ્વર લલીત કિશોર શરણજી (નિમ્બાર્ક પીઠ પીઠાધીશ્વર મોટા મંદિર લીંબડી), પરમ પૂજ્ય ૧૦૮ મહામંડલેશ્વર સુખરામદાસ બાપુ (ખાખીમઢી રામજીમંદિર મેંદરડા),પરમ પૂજ્ય ૧૦૦૮ મહામંડલેશ્વર ત્યાગી મનમોહનદાસજી (જગન્નાથજી મંદિર રાજકોટ), ડૉ. હાર્દિકભાઈ નિમ્બાર્ક, કોર્પોરેટર રસિલાબેન વૈષ્ણવ (વોર્ડ-૧૭) અને યુવા કથાકાર દિવ્યાબેન સાધુ ઉપસ્થિત રહ્યા હતા અને બહોળી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા.માતળશક્તિ વંદના અંતર્ગત રસિલાબેન વૈષ્ણવ, દિવ્યાબેન સાધુ, પલકબેન નિમાવત (લેબ ટેકનીશયન માઈક્રોબાયોલોજી) અને સ્નેહાબેન અગ્રાવત (સૌરાષ્ટ્ર સનાતન સમિતી)ને નારી રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
તેજસ્વી વિદ્યાર્થીઓની યાદીઃ ધોરણ ૧૨ ભાઈઓઃ ૧. સાધુ નયન જયેશભાઈ, ૨. કુબાવત પ્રિયાંશુ અમિતભાઈ, ૩. રામાનુજ ભાવિન છબીલદાસ ધોરણ ૧૨ બહેનોઃ૧. ટીલાવત ધ્રુવી અલ્પેશભાઈ, ૨. નિમાવત પ્રિયાંશી મહેશભાઈ, ૩. નિમાવત કવિતા ભૂપતભાઈ
ધોરણ ૧૧ ભાઈઓઃ ૧. ટીલાવત અક્ષિત અમિતભાઈ, ૨. નિમાવત કરણ વિજયભાઈ, ૩. કુબાવત યસ સતીષભાઈ ધોરણ ૧૧ બહેનોઃ૧. નીરજની હેત્વી વિશાલભાઈ, ૨. રામાવત અવની લાલદાસ, ૩. વિષ્ણુસ્વામી દેવાંશી જીતેન્દ્રભાઈ
ધોરણ ૧૦ ભાઈઓઃ ૧. ટીલાવત ધ્રુવ ભાવિનભાઈ, ૨. નિમાવત જયદેવ વિપુલભાઇ, ૩. પૂર્ણવૈરાગી વંશ અજયકુમાર્રં ધોરણ ૧૦ બહેનોઃ ૧. રામાનુજ અમીકુમારી રવીન્દ્રભાઈ,૨.રામાવત સાક્ષી અનિલભાઈ, ૩. લશ્કરી ધન્વી સતીષભાઈ
ધોરણ ૯ ભાઈઓઃ૧. નિમાવત નૈત્રા અલ્પેશભાઈ,૨. નિમાવત ધાર્મિક અવિનાશભાઈ, ૩. પૂર્ણવૈરાગી યશ કલ્પેશભાઈ, ધોરણ ૯ બહેનોઃ ૧. યોગાનંદી દિશા વાસુદેવભાઈ, ૨. રામાનંદી હિરલ કૈલાશભાઈ,ટીલાવત ધ્રુવી વિજયભાઈ
ધોરણ ૮ ભાઈઓઃ૧. નિમાવત શુભમ અશોકભાઈ, ૨. દેવમુરારી આશિષ ઉમેશભાઈ, ૩. અગ્રાવત આદિત્યરાજ નિમેશભાર્ઈં ધોરણ ૮ બહેનોઃ ૧. નિમાવત સાક્ષી પરેશભાઈ,૨. ટીલાવત અદિતિ ભાવેશભાઈ, ૩. ગોડેવૈષ્ણવ નાવ્યા જયદેવભાઈ
ધોરણ ૭ ભાઈઓઃ ૧. મંથન સુધીરભાઈ, ૨. દેવમુરારી હર્ષ સંજયભાઈ, ૩. કુબાવત હર્ષિલ પીનલભાઈ, ધોરણ ૭ બહેનોઃ૧. અગ્રાવત વિશ્વા જયેશભાઈ, ૨. અગ્રાવત જાનકી સુરેશભાઈ, ૩. અગ્રાવત ધાર્મી મહીપતભાઈ
ધોરણ ૬ ભાઈઓઃ ૧. નિમાવત કુશ હર્ષદભાઈ, ૨. નિમાવત આલોક નીતિનભાઈ, ૩. રામાવત આલોક અશ્વિનભાઈ,ધોરણ ૬ બહેનોઃ૧. પૂર્ણવૈરાગી હેત્વી કલ્પેશભાઈ, ૨. દેવમુરારી ન્યાશા રાજેશભાઈ, ૩. અગ્રાવત જાનકી સુરેશભાઈ
ધોરણ ૫ ભાઈઓઃ ૧. દેવમુરારી દિવ્યરાજ કુલદીપભાઈ, ૨. રામાનુજ સોમ્ય ભુપેન્દ્રભાઈ, ૩. પૂર્ણવૈરાગી માહિર ગીરીશકુમાર, ધોરણ ૫ બહેનોઃ૧. નિરંજની મિશ્રી હેમાંગભાઈ, ૨. નિમાવત ગ્રીવા બાલકળષ્ણભાઈ, ૩. રામાવત ઈશિતા જયકુમાર
ધોરણ ૪ ભાઈઓઃ૧. નિમ્બાર્ક નિમાવત હિત પરેશભાઈ, ૨. નિમાવત વિહાન નિશાંતભાઈ, ૩. દેવમુરારી શ્યામ રજનીભાઈ,ધોરણ ૪ બહેનોઃ ૧. વિષ્ણુસ્વામી દેવિકા જીતેન્દ્રભાઈ, ૨. અગ્રાવત તુલસી વિજયભાઈ, ૩. રામાવત તન્ઝીલ અનીલભાઈ
ધોરણ ૩ ભાઈઓઃ૧. નિમાવત નમન અલ્પેશભાઈ, ૨. અગ્રાવત આરવ જતીનભાઈ, ૩. અગ્રાવત દેવ મુકેશભાઈ અને ધોરણ ૩ બહેનોઃ ૧. દેવમુરારી જીયા જગદીશભાઈ, ૨. અગ્રાવત પલક યોગેશભાઈ, ૩. અગ્રાવત રિદ્ધી વિપુલભાઈ
ધોરણ ૨ ભાઈઓઃ ૧. અગ્રાવત આયુરાજ અમિતભાઈ, ૨. ગોડવૈષ્ણવ દર્શ જયદેવભાઈ, ૩. અગ્રાવત રુદ્રા કૌશિકભાઈ અને ધોરણ ૨ બહેનોઃ ૧. નિમાવત હિરવા જનકભાઈ, ૨. રામાવત વંદિતા સંજયભાઈ, ૩. નિમાવત હારવી કેતનકુમાર
ધોરણ ૧ ભાઈઓઃ ૧. નિમાવત પ્રિયાંશ નિશાંતભાઈ, ૨. અગ્રાવત કુંશ કલ્પેશભાઈ, ૩. નિમાવત હર્ષિલ રવિભાઈ અને ધોરણ ૧ બહેનોઃ ૧. માધવાચાર્ય એન્જલ પંકજભાઈ, ૨. લશ્કરી જ્યાના પિયુષભાઈ, ૩. નિમાવત ધ્યાના દર્શનભાઈ
આ સફળ કાર્યક્રમ માટે પ્રમુખ રવિરાજભાઈ રામાવત અને મુખ્ય ઇન્ચાર્જ હિતેશભાઈ રામાવતની આગેવાની હેઠળ અનંતભાઈ નેનુજી, કેયુરભાઈ નિમાવત, મયંક રામાવત, સિદ્ધાર્થ લશ્કરી, દેવાંગ નિમાવત, કિશોરભાઈ નિમાવત, જે.ડી.નિમ્બાર્ક, તરુણભાઈ નિમાવત, જીજ્ઞેશભાઈ અગ્રાવત, વિવેકભાઈ નિમાવત, જગદીશભાઈ ટીલાવત, અલ્પેશભાઈ અગ્રાવત, અજય દેવમુરારી, અનિલભાઈ દેવમુરારી, ચામુંડરાઈ માધવાચાર્ય, અમિતભાઈ વૈષ્ણવ, કરણભાઈ કુબાવત, તુષારભાઈ અગ્રાવત, કવનભાઈ અગ્રાવત, ધ્રુવભાઇ રામાનુજ, રજનીભાઈ રામાવત, અશોકભાઈ ટીલાવત, રાજનભાઈ દેવમુરારી, જયસનભાઈ દેવમુરારી, પાવનભાઈ કુબાવત, રેનીશભાઈ દેવમુરારી, પ્રવીણભાઈ રામપ્રસાદી, શૈલેષભાઈ દેવમુરારી, જયેશભાઈ કુબાવત, રાજુભાઈ કુબાવત, માનવભાઈ નિમાવત, વિમલભાઈ કીલજી, નૈમીશ ટીલાવત, ચંદ્રકાંત લશ્કરી, અભિષેક રામાનુજ, પ્રીત નિમાવત, શ્યામ દેવમુરારી, ભાર્ગવ દેવમુરારી, હર્ષ નિમાવત, મિહિર અગ્રાવત, પ્રીતેશ કુબાવત અને આર્યન સુખાનંદી સહિતના સમગ્ર ટ્રસ્ટ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાજકોટના સુપ્રસિદ્ધ એન્કર હિરેનભાઈ રામાવત દ્વારા કરવામાં આવ્યું હતું.
(3:08 PM IST)










