<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

રાજકોટ એરપોર્ટ પર યાત્રી સુવિધા દિવસની ઉજવણીઃ રકતદાન હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ, રાસ-ગરબા-હાઉસકીપિંગ સ્‍ટાફનું સન્‍માન

 

રાજકોટઃરાજકોટ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર ૧૫મી જૂને ‘‘યાત્રી સુવિધા દિવસ''ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રક્‍તદાન કેમ્‍પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. એરપોર્ટ ઓથોરિટી તરફથી યાત્રી દિવસની ઉજવણી નિમિત્તે હવાઈ યાત્રીઓને કુમકુમ તિલક કરીને સ્‍વાગત કરાયું હતું. એરપોર્ટમાં અરાઈવલ હોલમાં પરંપરાગત વેશમાં બહેનોના વળંદે ગરબા કર્યા હતા.  એરપોર્ટના ટર્મિનલ બિલ્‍ડિંગમાં મેડિકલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો હતો. જેમાં ૧૫૧ વ્‍યક્‍તિઓના આરોગ્‍યની તપાસ વિનામૂલ્‍યે કરવામાં આવી હતી. આ સાથે અહીં રક્‍તદાન કેમ્‍પ પણ યોજાયો હતો. જેમાં અધિકારીઓ, સી.આઈ.એસ.એફ.ના સુરક્ષા જવાનો સહિતનાઓએ રક્‍તદાન કર્યું હતું. કુલ મળીને ૩૬ બોટલ રક્‍ત એકત્ર થયું હતું. આ તકે અહીં સામુહિક વંદે માતરમ ગાન કરાયું હતું. ઉપરાંત હવાઈ ક્ષેત્રમાં કાર્યરત નારી શક્‍તિ અને હાઉસકીપિંગ સ્‍ટાફની ઉત્‍કળષ્ટ કામગીરીને બિરદાવી તેઓનું વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું

(2:31 PM IST)