<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

વિજયભાઇ રૂપાણીની પુણ્‍યતિથીએ સહારા ગૃપ દ્વારા તુલસીના રોપાનું વિતરણ

 

રાજકોટ : સહકાર ગૃપ દ્વારા હૃદયસ્‍થ સ્‍વર્ગીય વિજયભાઇ રૂપાણીની પાવન સ્‍મૃતિએ સાચી શ્રદ્ધાંજલી રૂપે તુલસીના રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરેલ હતું. આ પ્રસંગે અંજલીબેન રૂપાણી તથા પ્રદેશ ભાજપ આગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, પૂર્વધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ મીલનભાઇ લીબાસીયા, રાજકોટ શહેર યુવા ભાજપ મહામંત્રી હિમાંશુભાઇ રાજયગુરૂ, રાજકોટ શહેર યુવા ભાજપ પ્રભારી પ્રતાપભાઇ પીંડારીયા, રાજકોટ શહેર મહામંત્રી યોગેન્‍દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર પ્રદિપભાઇ ડવ, કિરણબેન હરસોડા, નરસિંહભાઇ કાકડીયા, યોગરાજસિંહ જાડેજા, જે.ડી. ડાંગર, જયેશભાઇ પંડયા, રાજદિપસિંહ જાડેજા, રાજભા જાડેજા, ધીરજભાઇ મુંગરા, વિમલભાઇ રાદડિયા, પ્રતિકભાઇ ખૂંટ,  મયાભાઇ હુંબલ, ભાવેશભાઇ ખીમાણીયા, ચેતનભાઇ લાઠિયા, પ્રતાપભાઇ વ્‍યાસ, મનસુખભાઇ વેકરીયા, રમણીકભાઇ દેલવાડીયા ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, હરેશભાઇ સીયાણી, શૈલેષભાઇ ભડિંગજી દવેન્‍દ્રસિંહ ઝાલા, ધર્મેશભાઇ સખીયા, રૂષિરાજસિંહ ઝાલા, યશરાજસિંહ ગોહેલ, દેવ નસીહ, ગીરીશભાઇ પાણખાણીયાએ જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:31 PM IST)