<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

રૈયા રોડ જ્ઞાનજીવન સોસાયટીના હેમેન્‍દ્રાબેનનું બેભાન હાલતમાં મોત

બાવીસ વર્ષિય પરિણીતાએ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયો

 

રાજકોટ તા. ૧૬: રૈયા રોડ પર કનૈયા ચોક નજીક જ્ઞાનજીવન સોસાયટી-૩માં રહેતાં હેમેન્‍દ્રાબેન યશભાઇ સોલંકી (ઉ.વ.૨૨) નામના પરિણીતા ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

મૃત્‍યુ પામનાર હેમેન્‍દ્રાબેનના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. પતિ વિડીયો શુટીંગનું કામ કરે છે. સગાના કહેવા મુજબ તેણીને શ્વાસની તકલીફ જેવુ હોઇ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર કરાવી હતી. આજે અચાનક બેભાન થઇ ગયા હતાં અને મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(2:49 PM IST)