તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
કાલાવડ રોડ પર ‘બુધ્ધમ શરણમ્ ગચ્છામિનો' નાદ ગુંજશેઃ નવનિર્મિત બુધ્ધ વિહારનું લોકાર્પણઃ બુધ-ગુરૂ કાર્યક્રમો
સમ્રાટ અશોકના ૨૩માં જન્મશતાબ્દી મહોત્સવ અંતર્ગત સામાજીક કેન્દ્રનું નવું કેન્દ્ર ધબકશે : કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની વિશેષ ઉપસ્થિતિઃ પદ્મશ્રી હેમંત ચૌહાણનું વિશેષ સન્માનઃ છાત્રોને રહેવા-જમવાની સુવિધા

રાજકોટઃ બૌધિસત્વ આંબેડકર બોધ્ધ વિહાર ટ્રસ્ટ રાજકોટના માધ્યમથી નવ નિર્મિત બુધ્ધ વિહારનું લોકાર્પણ સમારોહ તા.૧૭/૧૮ જુનના યોજાએલ છે. તા.૧૭ બુધવારના રોજ રાત્રે સંઘ ભોજન ત્યારબાદ બુધ્ધ ભીમક્રાંતી ગીતોનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં મુખ્ય ભજનીક વિજયભાઈ ચૌહાણ ગીતો રજૂ કરશે.
જ્યારે તા.૧૮ ગુરૂવારના સવારે ૧૦ વાગ્યે બુધ્ધ વિહાર લોકાર્પણ સમારોહ (કાલાવડ રોડ, કણકોટનું પાટીયું, મોટામવા)નું આયોજન કરવામાં આવેલ છે. બૌધિત્સવ આંબેડકર બુધ્ધ વિહાર ગુજરાતનું સૌથી મોટુ બુધ્ધ વિહાર છે. જેનું ઉદ્ઘાટનમાં રામદાસ આઠવલે (સામાજીક ન્યાય અધિકારીકતા વિભાગ, મંત્રી (રાજ્ય) ભારત સરકાર દ્વારા ભન્તે આનંદ મહાથેરો, ભન્તે પ્રજ્ઞારત્ન થેરો ભારત સરકાર દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના કરકમલોથી પદમશ્રી એવોર્ડ મેળવનાર પ્રખ્યાત ભજનીક હેમંતભાઈ ચૌહાણનું વિશેષ સન્માન કરવામાં આવશે.
આ કાર્યક્રમ મહાન અશોકના શાસનને યાદ કરી ઉજવવામાં આવશે. ભારતીય શાસન અને સભ્યતાનું ગૌરવ અને કિર્તિસ્તંભ અદ્વિતિય મહાન અશોકની ૨૩મી જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મનાવવામાં આવી રહ્યો છે. મૌર્ય શાસનકાળએ ભારત દેશનો સુવર્ણકાળ હતો જે ભારતમાં કોઈપણ પ્રકારના જાતિ ગત ભેદભાવો નહોતા આધુનિક ભારત હતુ. જે સમતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય આધારીત હતુ. જેના મજબુત પુરાવાઓ આજે પણ અશોકના શિલાલેખોમાં જોવા મળે છે. આજથી ૨૨૦૦ વર્ષ પહેલા ફ્રી અને ફરજીયાત શિક્ષણ દિકરા દિકરીઓ બંને માટે હતું. સામાજીક વ્યવસ્થા મજબુત હતી. આર્થિક વ્યવસ્થા એટલી મજબુત હતી કે વિશ્વના અન્ય દેશોમાંથી લોકો અહીં વેપાર કરવા માટે આવતા હતા. મહાન એશોકે તથાગત સાક્યુમની બુધ્ધનો સમાનતા અને શાંતિનો સંદેશ પુરી દુનિયાને અભિલેખોના માધ્યમથી આપ્યો. જેથી મહાન અશોક દેશની પ્રજા માટે પ્રજાવત્સલ રાજા હતા જેમણે ૨૫૨ દિવસ સુધી લોકોની વચ્ચે રહીને સમસ્ત માનવજાત કલ્યાણ માટે પ્રયત્નો કર્યા એ જ શાસન પર વર્તમાન ભારતનું બંધારણ બનેલું છે. જેને બાબા સાહેબ ડો.આંબેડકરે બનાવ્યુ છે. જેમણે મહાન અશોકને ફરીથી ઉજાગર કર્યા છે. જેના ફળ સ્વરૂપે ભારત દેશના સ્વાભિમાન રાષ્ટ્ર ધ્વજમાં અશોક ચક્રને સ્થાન આપ્યુ અને રાષ્ટ્રીય પ્રતિક પણ અશોક સ્તંભને બનાવ્યો છે. એ સમાજનું ફરીથી પુનઃનિર્માણ કરવું જ્યારે આપણો દેશ સોનાની ચીડીયા કહેવાતો હતો અને પુરા વિશ્વમાં વિશ્વગુરૂ પણ હતો. આ દેશમાં નાલંદા વિશ્વ વિદ્યાલય, વલ્લભી વિશ્વ વિદ્યાલય જે મુખ્ય હતી એ સિવાય અનેક વિશ્વ વિદ્યાલયો હત. આધુનિક નગર રચના અને વ્યવસ્થાઓ હતી. તેમ જણાવાયું છે.
બુધ્ધ વિહાર નિર્માણ કરવાનો મુખ્ય ઉદેશ મહાન અશોકના શાસન અને સભ્યતાનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. કાર્યક્રમને સફળ બનાવવા બૌધિસત્વ આંબેડકર બૌધ્ધ વિહાર ટ્રસ્ટના પ્રમુખ મોહનભાઈ રાખૈયા, ભન્તે પ્રજ્ઞારત્ન તથા સભ્યો જીતેન્દ્ર મહીડા, વલ્લભસાગર દેંગડા, દિપંકર સુમન, હિતેષ રાઠોડ, સંજય પરમાર, કુલદીપ ખીમસુરીયા, રાજેશ મકવાણા, ડો.એન. પી.પરમાર, દિનેશ સીંગલ, પુનાભાઈ સોલંકી, વિનુભાઈ વણોલ, ખોડાભાઈ રાઠોડ, અમુભાઈ સોલંકી, જગદિશભાઈ ભોજાણી જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે (મો.૮૧૬૦૬ ૦૫૦૯૦/ ૯૨૬૫૩ ૪૯૨૮૪) ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:06 PM IST)










