<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

લાંબા સમય બાદ વીજ તંત્ર દ્વારા રાજકોટમાં ચેકીંગનો દોર રર ટીમો ૪ સબ ડિવીઝન ક્ષેત્રમાં ત્રાટકીઃ ભીસ્‍તીવાડ-જંકશન-ગાયકવાડી-રેફયુજીકોલોની-ગાંધીગ્રામ સહિત ૧૮ વિસ્‍તારમાં દરોડા

આજે સવારે ૧૦ વાગ્‍યાથી રાજકોટ સીટી-ર વિસ્‍તારના ૪ સબ ડિવીઝન માધાપર, બેડીનાકા, રૈયારોડ, પ્રધ્‍યુમનનગરના ૧૮ થી વધૂ વિસ્‍તારોમાં વીજ તંત્રની રર ટીમોએ વીજચોરી ઝડપી લેવા દરોડાનો દોર શરૂ કર્યો છે, જેમાં ભીસ્‍તીવાડ, જંકશનપ્‍લોટ, ગાયકવાડી, રેફયુજીકોલોની, ગાંધીગ્રામ, પરસાણાનગર, રૈયારોડ, અમૃતપાર્ક, ભરતનગર, ગૌતમનગર, વાલ્‍મીકીવાડી, ભોમેશ્વર સહિત ૧૮ વિસ્‍તારો આવરી લેવાયાઃ ૪ ફીડરોના સેંકડો ઘરો-કોમર્શીયલ કનેકશનોમાં ચેકીંગઃ ૪ ઇજનેરો સર્વશ્રી ટી.એન. વોરા, જી.કે. સરવૈયા, ડી.વાય. મહેતા, ડી.પી. ગઢવી દ્વારા મોનીટરીંગ.

(3:08 PM IST)