<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

જનકભાઈ કોટકનું રાષ્‍ટ્ર અને પક્ષ પ્રત્‍યેનું સમર્પણ અને યોગદાન ભાજપ ક્‍યારેય નહિ ભુલે

જગદીશ વિશ્‍વકર્માએ સદ્‌ગત જનકભાઈના પરિવારજનોને સાંત્‍વના આપી

રાજકોટઃ ભાજપા પ્રદેશ અધ્‍યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્‍વ. શ્રી જનકભાઈ કોટકના નિવાસસ્‍થાને પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ મુશ્‍કેલ અને દુઃખની ઘડીમાં તેમણે શોકગ્રસ્‍ત પરિવારના સભ્‍યોને મળીને સાંત્‍વના પાઠવી હતી. શ્રી વિશ્વકર્માએ જણાવ્‍યું છે કે, સ્‍વ. શ્રી જનકભાઈ કોટક પક્ષના એક નિષ્ઠાવાન અને પાયાના નેતા હતા, જેઓ જનસંઘના સમયથી લઈને આજ સુધીની ભાજપની ભવ્‍ય યાત્રાના સાક્ષી રહ્યા હતા. પક્ષના સંગઠનને મજબૂત કરવામાં અને વિચારધારાને લોકો સુધી પહોંચાડવામાં તેમનું યોગદાન અમૂલ્‍ય રહ્યું છે. રાષ્ટ્ર અને પક્ષ પ્રત્‍યેનું તેમનું આજીવન સમર્પણ અને યોગદાન ભારતીય જનતા પાર્ટી ક્‍યારેય નહીં ભૂલે. આ તકે સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, શહેર ભાજપ પ્રભારી અનિરૂધ્‍ધભાઈ દવે, ભાજપ પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવ ઉપસ્‍થિત રહ્યા હતા. 

 

(3:09 PM IST)