તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
રેલનગરના સાધુવાસવાણી કુંજ રોડ પરના બિસ્માર રસ્તાઓ તાકીદે દુરસ્ત કરવા માંગણી

રાજકોટ તા.૧૬: શહેરના વોર્ડ નં.૩વિસ્તારમાં આવેલ સાધુ વાસવાણી કુંજ રોડ પર દ્વારિકા વિલેજથી મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ સુધીના માર્ગની અત્યંત ખરાબ હાલત અંગે સ્થાનિક રહેવાસી અને વરિષ્ઠ નાગરિક શ્રી મનીષ બી. મહેતા (નિવળત્ત ચીફ ઓફિસ સુપ્રીન્ટેન્ડન્ટ, રાજકોટ રેલવે )એ રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલભાઈ શુક્લાને લેખિત રજૂઆત કરી છે. વિસ્તારમાં પાઇપલાઇન નાખવાની કામગીરી બાદ માર્ગનું પુનઃસ્થાપન યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી, જેના કારણે રોડની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. યાદીમાં વધુમાં જણાવાયુ છે કે, માર્ગ પર મોટા ખાડાઓ, અસમતલ સપાટી અને તૂટફૂટને કારણે સ્થાનિક રહેવાસીઓ, શાળાના વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદી ઋતુ દરમિયાન અકસ્માતોની સંભાવના વધી ગઈ છે.
માર્ગની ખરાબ સ્થિતિને કારણે ટ્રાફિક અવરોધ, વાહનોને નુકસાન, ધૂળ અને કાદવની સમસ્યા તેમજ સ્થાનિક નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જાહેર સુવિધાઓના વિકાસ કાર્યો બાદ નાગરિકોને આવી પરેશાનીઓ ભોગવવી પડે તે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. આ અગાઉ કેન્દ્ર સરકારનાં CPGRAM પોર્ટલ દ્વારા અને ઇ-મેઇલ દ્વારા પણ અનેકવાર રજૂઆત કરેલ છે પણ કાંઈ પરિણામ આવેલ નથી. રોણકી- મનહરપર ગ્રામ પંચાયત, RMC અને RUDA વચ્ચે આ પ્રશ્ન ઘણાં લાંબા સમયથી ટલ્લે ચડેલ છે.
શ્રી મહેતાએ મેયરને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરાવવા, સંબંધિત વિભાગ અને કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તાયુક્ત અને ટકાઉ રોડ પુનઃસ્થાપન કામગીરી હાથ ધરવા, બેદરકારી માટે જવાબદારી નક્કી કરવા તથા ભવિષ્યમાં આવી કામગીરી દરમિયાન યોગ્ય રોડ પુનઃસ્થાપન સુનિヘતિ કરવા વિનંતી કરી છે. સ્થાનીક રહેવાસીઓએ પણ આ મામલે તાકીદે યોગ્ય નિકાલની માંગણી કરી છે.(
(3:15 PM IST)










