<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

શીતલ પાર્ક પાસે યોજાતા મેળાને કારણે ભારે ઘોંઘાટ, ટ્રાફિક જામઃ બાળકો-વૃધ્‍ધો પરેશાન

રહેવાસીઓએ લેખીત રજૂઆત કરી સમસ્‍યા નિવારવા માંગણી કરી

રાજકોટ તા. ૧૬: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસે યોજાતા ખાનગી મેળા-વેકેશન મેળાને કારણે આસપાસના રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. આવા આયોજમાં સતત ઘોંઘાટ થતાં હોવાને લીધે લોકોને ભારે હેરાનગતી ભોગવવી પડે છે. ઘોંઘાણને કારણે અલગ અલગ ઘરના વયોવૃધ્‍ધ સદસ્‍યોને ખુબ તકલીફ વેઠવી પડે છે. મોડી રાત સુધી ઘોંઘાટને કારણે લોકોની ઉંઘમાં ખલેલ પહોંચે છે અને આયોજન સ્‍થળની આસપાસ ટ્રાફિક જામની સમસ્‍યા પણ માથાનો દુઃખાવો બની જાય છે.

આ અંગે રહેવાસીએ લેખતી ફરિયાદ કરીને જણાવ્‍યું છે કે શીતલ પાર્ક સર્કલ નજીક યોજાતા મેળાને કારણે સાંજે છથી રાતના બાર સુધી લોકોને અસહ્ય ઘોંઘાટ સહન કરવો પડે છે. વળી આસપાસના રસ્‍તાઓ ઉપર ટ્રાફિક જામની પણ ભારે સમસ્‍યા રહે છે. આ કારણે રહેવાસીઓ હેરાન પરેશાન થઇ જાય છે. હવે સ્‍કૂલો ખુલી ગઇ હોઇ બાળકોના શિક્ષણ ઉપર પણ અસર પડે છે. બાળકો, વૃધ્‍ધોને મોડી રાત સુધી ઉંઘમાં ખલેલ પહોંચે છે. સંબંધીતો આ સમસ્‍યાનું નિવારણ કરે તેવી માંગણી છે. તેમ રજુઆતમાં જણાવાયું છે. 

(4:06 PM IST)