તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
રાજકોટમાં સ્વ. મધુબેન ચીમનભાઈ શુક્લના અવસાન બાદ પરિવારને સાંત્વના પાઠવવા નૂતનનગર નિવાસ્થાને પહોંચ્યા પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા
શોકગ્રસ્ત શુક્લ પરિવારના સભ્યોની મુલાકાત લઈ પ્રદેશ અધ્યક્ષ સહિત ભાજપાના અગ્રણી નેતાઓએ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પી શોકની લાગણી વ્યક્ત કરી

રાજકોટ : સ્વ. મધુબેન ચીમનભાઈ શુક્લના અવસાન બાદ પ્રથમ વખત રાજકોટ પધારેલા ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે નૂતનનગર ખાતે આવેલા શુક્લ પરિવારના નિવાસ્થાનની મુલાકાત લીધી હતી. પ્રદેશ અધ્યક્ષે અવસાન પામેલા દિવંગત સ્વ. મધુબેન શુક્લના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને શોકાકુલ પરિવારને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી.
આ તકે શોકગ્રસ્ત પરિવારને આશ્વાસન આપવા માટે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની સાથે પ્રદેશના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, પ્રશાંતભાઈ કોરાટ તેમજ રાજકોટ શહેર ભાજપા પ્રમુખ ડો. માધવભાઈ દવે સહિતના અગ્રણી નેતાઓ પણ ખાસ હાજર રહ્યા હતા. તમામ આગેવાનોએ દિવંગત મધુબેનને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
મુલાકાત દરમિયાન પ્રદેશ અધ્યક્ષ અને અન્ય મહાનુભાવોએ નૂતનનગર નિવાસ્થાને હાજર કૌશિકભાઈ શુક્લ, લીનાબેન શુક્લ, કશ્યપભાઈ શુક્લ, હિનાબેન શુક્લ, કાશ્મીરાબેન નથવાણી, કરણ નથવાણી, ડો. નેહલભાઈ શુક્લ તેમજ નેહાબેન શુક્લ સહિત શુક્લ પરિવારના અન્ય તમામ સભ્યોને મળીને આ દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરી સાંત્વના આપી હતી.
(9:58 PM IST)










