તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
આર.ટી.ઓ. દ્વારા પસંદગીના નંબરના ઈ-ઓક્શનમાં રૂ.૬૨ લાખથી વધુની આવક
૭ નંબર માટે ૨.૨૧ લાખ, ૯ નંબર માટે ૧.૯૧ લાખ જયારે ૧ નંબર માટે રૂ. ૧.૧૧ લાખની લોન બોલાઈ

રાજકોટ તા. ૪: પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા મોટર સાયકલ પ્રકારના વાહનો માટે GJ03QF સિરીઝનું ઓનલાઇન ઈ- ઓક્શન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૨,૨૧૭ અરજદારોએ ભાગ લીધો હતો. જેમાંથી કુલ ૧,૭૯૦ અરજદારોએ જરૂરી શરતો મુજબ સફળતાપૂર્વક નંબર પ્રાપ્ત કર્યા હતાં. ગત તા. ૩૦ જુલાઈના રોજ ઈ-ઓક્શન પ્રક્રિયામાં સરકારશ્રીને કુલ રૂ. ૬૨,૬૬,૫૦૦ ની આવક થયેલી છે.
આર.ટી.ઓ. અધિકારીશ્રી ટાંકના જણાવ્યાં મુજબ ઈ-ઓક્શનમાં પ્રથમ ક્રમે ૭ નંબર માટે રૂ. ૨,૨૧,૦૦૦ જયારે બીજા ક્રમે ૯ નંબર માટે રૂ. ૧,૯૧,૦૦૦ તેમજ ૧ નંબર માટે રૂ. ૧,૧૧,૦૦૦ સર્વાધિક રકમની બોલી બોલાઈ હતી.
(10:41 AM IST)










