News of Tuesday, 4th August 2026
નંબર વગરની કારમાં દારૂ-બીયર ભરી રાજકોટ આવેલો બોટાદનો ભરત ઝડપાયોઃ સુખદેવસિંહનું નામ ખુલ્યું
૭.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જેઃ દારૂ-બીયર મંગાવનાર ખોડીયાપરાના શખ્સની શોધખોળઃ પીસીબીના પીઆઇ ગોંડલીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, પીએસઆઇ પી. બી. ત્રાજીયાની ટીમની કામગીરી હરદેવસિંહ રાણા, મહિપાલસિંહ ઝાલા અને ઘનશ્યામસિંહ ચોૈહાણની બાતમીથી દરોડો

રાજકોટ તા. ૪: શહેર પીસીબીની ટીમે વધુ એક વખત દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી ે ગોંડલ રોડ ચોકડી પાસે આવેલ સર્વિસ રોડ પરથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ભરેલી ફ્રોન્ક્સ કાર સાથે બોટાદના શખ્સને પકડી લીધો છે. તે આ દારૂ રાજકોટના ખોડીયારનગરના શખ્સને આપવા આવતો હોવાનું કબુલતાં મંગાવનારની શોધખોળ થઇ રહી છે. કારમાંથી પોલીસને ૧,૭૬,૩૫૨ના વ્હીસ્કીના ૧૮૦ એમએલના ૫૨૮ ‘ચપલા' અને રૂા. ૪૫૬૯૬ના બીયરના ૧૬૮ ટીન મળી આવતાં કાર સહિત કુલ રૂા. ૭,૨૨,૦૪૮નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
દારૂ જૂગારની પ્રવૃતિ ડામવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. હરદેવસિંહ જે. રાણા, એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, એએસઆઇ ઘનશ્યામસિંહ ચોૈહાણને બાતમી મળી હતી કે ગોંડલ ચોકડીથી નીચે ઊતરતાં સર્વિસ પુલના છેડે કૈલાસ હોટેલની સામે રોડ પર ફ્રોન્ક્સ કાર ઉભેલ છે. આ કારના આગળના કાચ પર સોનેરી અક્ષરે ‘આઇ સોનલ' લખેલું છે અને તેમાં એક શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે હાજર છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં નંબર પ્લેટ વગરની ગ્રે કલરની ફ્રોન્ક્સ કાર મળી આવી હતી. ડ્રાઇવર સીટ પર બેઠેલા શખ્સની પુછપરછ કરતાં તેણે પોતાનું નામ ભરત ભગવાનભાઈ કમેજીયા (ઉ.વ.૩૫, ધંધો-ખેતી, રહે. શીવનગર આઇડીયાના ટાવર પાસે, બોટાદ) હોવાનું જણાવ્યું હતું. કારની પાછળની સીટમાં તપાસ કરતાં ૧૧ ખાખી બોક્સ તથા બીયરની ૩ પેટી મળી આવી હતી.
પોલીસે કારમાંથી રોયલ ચેલેન્જ વ્હીસ્કીના ૧૮૦ એમએલના ૫૨૮ ચપલા અને બડવાઇઝર મેગ્નમ બીયરના ૧૬૮ ટીન મળતાં તે તથા પાંચ લાખની કાર પણ કબ્જે કરી ભરતની ધરપકડ કરી હતી. તેણે વધુ પુછતાછમાં કબુલ્યું હતું કે આ દારૂ અને બીયરનો જથ્થો રાજકોટના ખોડિયાર નગર શેરી નં.૫માં એસ.ટી. વર્કશોપ પાછળ રહેતા સુખદેવસિંહ કનુભા પરમારને આપવાનો હતો. પોલીસે સુખદેવસિંહની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ પી. બી. ત્રાજીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ તેમજ હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, કિશનભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી અને કોન્સ. પળથ્વીરાજસિંહ સરવૈયા, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને જયેશભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી.
(1:14 PM IST)










