તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
બામણબોર ગામમાં પ્રદૂષણ માફિયાઓ સામે ગ્રામજનોમાં ભારે રોષ :ગ્રામ પંચાયત ખાતે મોટી સંખ્યામાં ભેગા થશે
વારંવાર પત્ર લખવા છતાં તંત્ર દ્વારા કોઈ જ આકરાં પગલાં કે કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો ગંભીર આરોપ

રાજકોટ નજીક આવેલા બામણબોર ગામમાં પ્રદૂષણ માફિયાઓ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદૂષણ માફિયાઓની ત્રાસદાયક પ્રવૃત્તિઓથી છૂટકારો મેળવવા માટે સમગ્ર બામણબોર ગામ એકસાથે આવ્યું છે, જેના સંદર્ભે આજે ગ્રામજનો બામણબોર ગ્રામ પંચાયત ખાતે મોટી સંખ્યામાં ભેગા થશે.
ગામના સરપંચ દ્વારા આ મામલે રાજકોટ અને સુરેન્દ્રનગર GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) ને સત્તાવાર પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. જોકે, વારંવાર પત્ર લખવા છતાં તંત્ર દ્વારા કોઈ જ આકરાં પગલાં કે કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો ગંભીર આરોપ ગ્રામજનો લગાવી રહ્યા છે. હવે આ મામલે ગ્રામજનો આરપારની લડાઈના મૂડમાં છે.
(3:36 PM IST)










