તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
ગુજરાત આજે રિન્યૂએબલ એનર્જી અને ગ્રીન એનર્જી ક્ષેત્રે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમેઃ ભુપેન્દ્રભાઈ
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ત્યારે જ શક્ય બની શકે જ્યારે આપણે વિરાસત, સંસ્કૃતિ અને સંસ્કારોને મજબૂતીથી પકડી રાખીએ એઇમ્સ, નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને વિશ્વસ્તરીય કનેક્ટિવિટીના પ્રોજેક્ટ્સને કારણે રાજકોટ રોકાણકારો માટે કેન્દ્ર બન્યું: જીતુભાઈ વાઘાણી

રાજકોટઃ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટની મુલાકાતે પધાર્યા તે પ્રસંગે ક્રેડાઈ - રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં રિયલ એસ્ટેટ, બાંધકામ ક્ષેત્ર અને શહેરી વિકાસ માટે લેવાયેલા સરાહનીય નિર્ણયો અને નીતિઓ બદલ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું એસો.ની યાદી જણાવે છે.
આ પ્રસંગે ‘વિકસિત ભારત ક્ ૨૦૪૭' અંગે વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને આપેલા 'વિકાસની રાજનીતિ'ના મંત્રને અનુસરીને ગુજરાત આજે વિકાસના પથ પર ઝડપથી આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના 'વિકસિત ભારત ક્ ૨૦૪૭'ના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકારે 'વિકસિત ગુજરાત'નો સર્વગ્રાહી રોડમેપ તૈયાર કરીને તેનું અસરકારક અમલીકરણ શરૂ કરી દીધું છે. આ રોડમેપ અંતર્ગત સમગ્ર ગુજરાતને ૬ ઝોનમાં વહેંચીને વર્ષ ૨૦૪૭ સુધીના ફોકસ સેક્ટર્સ નક્કી કરવામાં આવ્યા છે, જે રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે. રાજ્યમાં થયેલા વ્યાપક પરિવર્તનની ચર્ચા કરતાં તેમણે ઉમેર્યું હતું કે, અગાઉના સમયમાં રાજકોટ જેવાં શહેરોમાં પાણી અને વીજળીની જે વિકટ પરિસ્થિતિ હતી, તે આજે ભૂતકાળ બની છે. વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલી 'વાઇબ્રન્ટ ગુજરાત'ની પરંપરાને કારણે આજે ગુજરાત વિશ્વના નકશા પર ગ્લોબલ પ્લેટફોર્મ તરીકે ઊભરી આવ્યું છે. આજે રાજ્યમાં વિશ્વસ્તરીય રોડ-રસ્તા, ૨૪ કલાક વીજળી અને પાણીની સુવિધા ઉપલબ્ધ છે, જે ઉદ્યોગો અને રોકાણકારોને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. સરકાર ઉદ્યોગકારોની સાથે મજબૂતીથી ઊભી રહીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતનો તમામ જરૂરી સહયોગ આપવા કટિબદ્ધ છે.
આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોઈપણ શહેર કે રાજ્યના આધુનિકીકરણ અને વિકાસની સાચી ઓળખ તેના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી થાય છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના રિયલ એસ્ટેટ ડેવલપર્સે પોતાના સ્માર્ટ અને આધુનિક નિર્માણ દ્વારા રાજ્યને વિશ્વસ્તરીય ઓળખ અપાવવામાં સિહફાળો આપ્યો છે. તેમણે ગુજરાતના વિકાસ મોડેલમાં બિલ્ડર સમુદાયના યોગદાનની સરાહના કરી હતી.વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'ના મંત્રને વરેલી છે. સરકાર દ્વારા બિલ્ડિંગ પરમિશન, પ્લાન પાસિગ અને ઓનલાઇન પ્રક્રિયાઓને વધુ ઝડપી તેમજ પારદર્શક બનાવીને બિલ્ડર્સ અને સામાન્ય નાગરિકો માટે વહીવટી નિયમો સરળ બનાવવામાં આવ્યા છે. એઇમ્સ, નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને વિશ્વસ્તરીય કનેક્ટિવિટીના પ્રોજેક્ટ્સને કારણે આજે રાજકોટ રોકાણકારો માટે કેન્દ્ર બન્યું છે.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને ઉમા ભવન સંસ્થાને ૧૦-૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરાયા હતા.આ પ્રસંગે રાજકોટના વિકાસની વાત રજૂ કરતી ડોક્યુમેન્ટ્રી દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્વાગતવિધિ રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી પરેશભાઈ ગજેરાએ અને આભારવિધિ શ્રી અમિતભાઈ ત્રાંબડીયાએ કરી હતી. કેબિનેટ મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, સર્વે ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રી રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શ્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા, રાજકોટના મેયર શ્રી નેહલભાઈ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પીપળીયા, ભાજપ શહેર પ્રમુખ શ્રી માધવભાઈ દવે, પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા, મહાનગરપાલિકા કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિદ સહિત બિલ્ડર એસોસિએશનના સભ્યશ્રીઓ તેમજ શહેરના બિલ્ડરશ્રીઓ, જુદા જુદા એસોસિએશનના હોદ્દેદારશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત હોવાનું એસો.એ જણાવ્યું છે.
(2:20 PM IST)










