<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

કલેકટર તંત્રના જન સેવા કેન્‍દ્રમાં ટેકનિકલ ખામી સર્જાઇઃ ૭/૧૨ અને ૮-અના ઉતારામાં ભારે ધક્કા

સર્વર ડાઉન થતા અનેક લોકોમાં દેકારોઃ ઉચ્‍ચ અધીકારીઓને રજુઆતો

રાજકોટ તા.૪: કલેકટર કચેરી સ્‍થિત જન સેવા કેન્‍દ્ર ખાતે ટેકનિકલ ખામી સર્જાતા સાતબાર (૭/૧૨) અને ૮-અ ના ઉતારા મેળવવા માટેનું સર્વર અચાનક ઠપ્‍પ થઈ ગયું છે. સર્વર ડાઉન થઈ જવાના કારણે સવારથી જ પોતાની જમીન-મિલકતના કાગળો મેળવવા આવેલા અરજદારો અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વર ખોરવાઈ જતાં જન સેવા કેન્‍દ્ર બહાર અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી હતી. દૂર-દૂરના ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી આવેલા ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્‍યા હતા. સરકારી યોજનાઓ, બેંક લોન કે મહેસૂલી કામકાજ માટે તાત્‍કાલિક દસ્‍તાવેજોની જરૂર હોય તેવા લોકો અટવાઈ પડ્‍યા છે.  વારંવાર સર્વર ડાઉન થવાની સમસ્‍યાને લઈને લોકોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે અને આજે ઉચ્‍ચ અધિકારીઓને રજુઆતો થઇ હતી

(3:36 PM IST)