તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 4th August 2026
RTO દ્વારા જૂલાઇ મહિનામાં રાજકોટ જીલ્લામાં ટ્રાફીક નિયમ ભંગના ૨ હજારથી વધૂ કેસ : ૭૦ લાખનો દંડ ફટકારાયો
વાહન ચલાવતી વખતે લાયસન્સ, પીયુસી, વીમો, ફીટનેસ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજો ખાસ સાથે રાખો..

રાજકોટ, તા.૪ : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (RTO), રાજકોટ દ્વારા રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમોના પાલન અર્થે જુલાઈ-૨૦૨૬ દરમિયાન રાજકોટ જિલ્લામાં સઘન ચેકિંગ અને એન્ફોર્સમેન્ટ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઝુંબેશ દરમિયાન વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ ૨,૦૬૧ કેસો નોંધવામાં આવ્યા હતાં. જેમાં દંડ પેટે રૂ. ૭૦,૧૬,૧૯૬ની વસૂલાત કરવામાં આવી હતી.
આર.ટી.ઓ. અધિકારીશ્રી આઈ.એસ. ટાંકના જણાવ્યાં અનુસાર, ટીમ દ્વારા ઓવરલોડ, ઓવર ડાયમેન્શન, સીટ બેલ્ટ, હેલ્મેટ, એલ.ઈ.ડી. લાઇટ, પીયુસી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ડ્રાઇવીંગ લાયસન્સ તેમજ વીમા વગર વાહન ચલાવવુ, ભયજનક રીતે વાહન ચલાવવું વગેરે ગુન્હાઓ સંબંધિત દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વધુમાં માર્ગ સલામતી સુનિヘતિ, વીમો પૂરો થઇ જવો વગેરે બાબતોનું ચેકિંગ હાથ ધરી ૨૫૯ જેટલા કેસમાં કુલ રૂ. ૧૪, ૩૮,૦૦ની દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું આર.ટી.ઓ. અધિકારીએ જણાવ્યું છે.
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટ દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે, પોતાની તેમજ અન્ય નાગરિકોની સુરક્ષા માટે ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરે. વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાઇસન્સ, પી.યુ.સી., વીમો અને ફીટનેસ સર્ટિફિકેટ જેવા જરૂરી દસ્તાવેજો સાથે રાખવા તેમજ ઓવરલોડિંગ, અનધિકળત એલ.ઈ.ડી.લાઈટ કે નિયમબધ્ધ ન હોય તેવા વાહનો ચલાવવાથી દૂર રહેવું.
(2:46 PM IST)










