<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

રાજકોટ કોંગ્રેસે કોર્પોરેશન અને સબરજીસ્‍ટ્રાર કચેરીને ઉંઘતા ઝડપી લીધાઃ ૬ મહીનાનો કચરો જાતે સાફ કર્યોઃ તંત્રના ધજાગરા

 

રાજકોટ, તા. ૪: રાજકોટ શહેર કોંગ્રેસે આજે પ્રમુખશ્રી રાજદિપસિંહ જાડેજાની આગેવાની હેઠળ ધર્મેન્‍દ્ર કોલેજ કમ્‍પાઉન્‍ડમાં બેસતી સબરજીસ્‍ટ્રાર કચેરી, તથા મ્‍યુ. કોર્પોરેશનના સફાઇ તંત્રને ઉંઘતુ ઝડપી લીધૂ હતું. સબ રજીસ્‍ટ્રાર કચેરી ઝોન-૩, હરીભાઇ હોલ વાળા રોડ પાસે પ્રમુખશ્રી રાજદિપસિંહે ‘અકિલા' ને કહેવા મુજબ ૬ મહિનાથી કચરાના ગંજ ખડકાયા હતા, તે કાર્યકરોને સાથે રાખી, હાથમાં મોટા સાવરણા લઇ સાફ સફાઇ કરી કોર્પોરેશન અને સબરજીસ્‍ટ્રાર કચેરીના તંત્રના કાન આમળી નાખ્‍યા હતા.

રાજદિપસિંહે જણાવેલ કે આ ૬ મહિનાથી કચરાના ગંજ ખડકાયા હતા, બાજુમાં જ મ્‍યુ. કમિશનરનો બંગલો આવેલો છે. આ તમામ કચરો સબરજીસ્‍ટ્રાર કચેરીનો છે, આ કચેરીમાં બેસવાની કોઇ વ્‍યવસ્‍થા નથી, મહિલાઓ માટે શોચાલયની કોઇ વ્‍યવસ્‍થા નથી, પીવાના પાણીની વ્‍યવસ્‍થા નથી, અનેક વખત રજૂઆતો થઇ પણ અધીકારી દાદ આપતા નથી. આજે અમે કચરાના ઢગલા સાફ કરી આ લોકોને જવાબ આપી દિધો છે. આ કાર્યમાં આગેવાનો રણજીત મુંઘવા, ગોપાલ અનડકટ તથા અન્‍યો પણ જોડાયા હતા.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:46 PM IST)