<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

જયહિન્‍દ મદ્રાસ કાફેમાંથી ખુલા મસાલા- ફ્રિજમાં ગંદકી તથા અખાદ્ય ચીજોનો સંગ્રહ મળતા પેઢીને તાળા લગાવતી ફુડ શાખા

મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ૪૧ પેઢી-રેસ્‍ટોરન્‍ટમાં તપાસ કસ્‍તુરબા રોડ ખાતેની પેઢીમાં ગંદકી- દુર્ગંધવાળી જગ્‍યામાં પ્રીપેડ ફુડનો જથ્‍થો રખાયેલઃ ક્રિશ નમકીનમાંથી રર કિલો દાજીયું તેલ તથા સીતારામ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટમાંથી ૧૨૦ લીટર એકસપાયર કોલ્‍ડ્રીંકસ અને ૧૦ કિલો પડતર લોટનો નાશઃ ફુડ શાખા ત્રાટકી

રાજકોટ તા.૪: મહાનગરપાલિકાના આરોગ્‍ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૪૧ પેઢી, રેસ્‍ટોરન્‍ટ ની તપાસ કરી કુલ ૩૨ કિલો અખાદ્ય, વાસી જથ્‍થો તેમજ ૧૨૦ લિટર એક્‍સપાયર કોલ્‍ડડ્રિંક્‍સ નો નાશ કરી કુલ ૧૩ પેઢીને સ્‍ટોરેજ, લાઇસન્‍સ, હાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપી કૂલ રૂ.૨૪,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. fss-એક્‍ટ હેઠળ ચકાસણી માટે ત્રણ નમૂના લેવામાં આવેલ તેમજ ૦૧ પેઢીને સીલ કરવામાં આવેલ.

મનપાની સતાવાર યાદી મુજબ કસ્‍તુરબા રોડ રજપૂત ર્બોડિંગ પાસે, બીલખા પ્‍લાઝા સામે, આવેલ ‘‘જય હિન્‍દ મદ્રાસ કાફે'' પેઢીને સીલ કરવામાં આવેલ. પેઢીની તપાસ કરતા વાસી તથા અખાદ્ય ખોરાકનો સંગ્રહ જોવા મળેલ તેમજ  ફ્રિજમાં ગંદકી, કિચનમાં દુર્ગંધ વાળા વાતાવરણમાં ખુલા મસાલા તથા ખુલ્લો પ્રીપેડ ફુડનો જથ્‍થો સગ્રહ કરેલ જોવા મળેલ. પેઢી ને લાયસન્‍સ તેમજ હાઈજિનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપેલ.

શ્‍યામ એન્‍ડ કંપની જૂનું માર્કેટ યાર્ડ, શોપ નંબર E69, RTO પાસે પેઢીને લાયસન્‍સ બાબતે નોટીસ આપી સ્‍થળ પરથી લાલ મરચા પાવડર (લુઝ), ધાણાજીરું પાવડર (લુઝ), શંખ મસાલા ટર્મરિક પાવડર (૫૦૦g pkd) ના કુલ ૩ નમૂના લેવામાં આવેલ. ક્રીશ નમકીન નુતન સૌરાષ્‍ટ્ર આદિવાસી શેરી નંબર -૨, મવડી બાયપાસ રોડ, ૨૨ kg દાજીયા તેલનો નાશ કરી હાઇજેનિક કન્‍ડિશન તથા લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ તેમજ  રૂા.૩૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ.  સીતારામ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ બાલાજી હોલ પાછળ, સરદાર પાર્ક સોસાયટી, શેરી નંબર -૧, ૧૫૦ ફૂટ રીંગ રોડ, હાઈજેનિક કન્‍ડિશન, સ્‍ટોરેજ તથા લાયસન્‍સ બાબતે નોટીસ આપી ૧૨૦ લિટરનો એક્‍સપાયર જથ્‍થો તેમજ  ૧૦ કિલો પડતર લોટ નાશ કરી રૂા.૧૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

બાલાજી છોલે ભટુરે નંદી પાર્ક, લાયસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૧૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.  ઉમા પાન & કોલડ્રિક્‍સ જ્‍યોતિ નગર મેઇન રોડ, લાયસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ  રૂા.૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. રામ ડિલક્‍સ જ્‍યોતિનગર મેઇન રોડ, લાયસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.  શ્રી સંત કળપા ટી સ્‍ટોલ લાયસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.  ન્‍યુ બોમ્‍બે સ્‍ટાઇલ ભેળ લાયસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ  રૂા.૨૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.  પટેલ પાન કોલ્‍ડ્રીક્‍સ લાયસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ  રૂા.૫૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

શ્રી મોમાઈ હોટલ લાયસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. Gj 5 ગોલા જ્‍યોતિ નગર મેઇન રોડ, લાયસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ  રૂા.૫૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ક્રિષ્‍ના પાન એન્‍ડ કોલ્‍ડ્રીક્‍સ નુતન સૌરાષ્‍ટ્ર આદિવાસી શેરી નંબર ૨, મવડી બાયપાસ, લાયસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ

(2:51 PM IST)