તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
શાળાએ જઇ રહેલા પોૈત્રને રસ્તો ઓળંગાવી રહેલા મંજુલાબેનનું બાઇકની ઠોકરે મોત
પડધરીના ખામટામાં અકસ્માતઃ વૃધ્ધાએ સારવારમાં રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૫: પડધરી તાબેના ખામટા ગામે શાળાએ જઇ રહેલા પોૈત્રને રસ્તો ઓળંગાવી રહેલા વૃધ્ધા એક બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ પડધરી બસ સ્૭ેશન પાછળ રહેતાં મંજુલાબેન વાલજીભાઇ રોજાળા (ઉ.વ.૬૪) નામના વૃધ્ધા ખામટામાં ફીક્સટોન કંપની નજીક પોૈત્રને શાળાએ મુકવા ગયા હોઇ રસ્તો ઓળંગાવી રહ્યા હતાં ત્યારે એક બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગઇકાલે મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર વૃધ્ધાના પતિ હયાત નથી. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પડધરી પોલીસે બાઇકચાલક સામે કાર્યવાહી કરી હતી.
(12:49 PM IST)










