<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

ભુતકાળના પાને ફરી મુલાકાતઃ લાલ બહાદુર શાસ્‍ત્રી પ્રાથમિક વિદ્યાલય (ગુજરાતી માધ્‍યમ)નું રવિવારે ‘રિયુનિયન ૨૦૨૬'

૬૦ વર્ષની સફર, હજારો યાદોઃ એક જ છત નીચે ૧૯૬૫થી ૨૦૨૬ સુધીના તમામ વિદ્યાર્થીઓ જૂની વાતો વાગોળશે સન્‍માન, ગ્રુપ ફોટોગ્રાફી, ડી.જે.ગરબાનું આયોજનઃ ચેતેશ્‍વર પૂજારા, ડો.સિનોજીયા, મીર આમીર ઓનલાઈન જોડાશે

રાજકોટઃ શ્રી મહાત્‍મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રી લાલ બહાદુર શાસ્‍ત્રી પ્રાથમિક વિદ્યાલય (ગુજરાતી માધ્‍યમ), રાજકોટ દ્વારા શાળાના સુવર્ણ ઇતિહાસને ઉજવવા માટે એક ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. તા.૯ ઓગસ્‍ટ, રવિવારના રોજ સાંજે ૪.૩૦ કલાકે શાળાના કેમ્‍પસ ખાતે ‘રીયુનિયન ૨૦૨૬'નો કાર્યક્રમ યોજાશે.

ટ્રસ્‍ટ્રી ડો.અલ્‍પનાબેન ત્રિવેદી (હેલિબેન) શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં શાળાની સ્‍થાપનાથી આજાદિન સુધીની (૧૯૬૫ થી ૨૦૨૬) અંદાજે ૬૦ વર્ષની તમામ બેયના પૂર્વ વિધાર્થીઓ અને પૂર્વ શિક્ષકોને એક જ મંચ પર લાવવાનો ભવ્‍ય પ્રયાસ કરવામાં આવ્‍યો છે. જૂની યાદોને તાજી કરવા અને ગુરુ-શિષ્‍યના સંબંધને ફરી જીવંત કરવાનો આ એક અનોખો અવસર છે. તેમ યાદીમાં જણાવાયું છે. કાર્યક્રમમાં પૂર્વ ક્રિકેટર ચેતેશ્‍વર પૂજારા, મીર આમીર, સ્‍ટર્લીંગ હોસ્‍પિટલના ડો.સિનોજીયા ઓનલાઈન જોડાશે.

ટ્રસ્‍ટી તથા ભુતપૂર્વ પ્રિન્‍સીપાલો અને હાલના પ્રિન્‍સીપાલની હાજરીમાં દિપ-પ્રાગટ્‍યથી કાર્યક્રમની શરુઆત કરવામાં આવશે. જેમાં કેમ્‍પસ ટુર, જુના શિક્ષકો અને પૂર્વ વિધાર્થીઓનું સન્‍માન બેચવાઈસ ઈન્‍ટ્રોડક્‍શન, ગ્રુપ ફોટોગ્રાફી ડી જે. / ગરબા અને ડીનરનું આયોજન રાખવામાં આવેલ હોવાનું જણાવાયું છે.

આ યાદગાર સંમેલનમાં જોડાવા ઇચ્‍છુક તમામ પૂર્વ વિદ્યાર્થીઓએ નોંધણી/માહિતી માટે સંપર્કઃ શ્રી પ્રકાશ ખગ્રામ - મો.૯૯૭૯૧ ૭૬૨૧૬ ઓનલાઈન લિંક https://forms.gle/LDKyrAo1gfvrANSa6

આયોજનને સફળ બનાવવા આયાર્યા માલતીબેન ચૌહાણ, પૂર્વ આચાર્યા નીતાબેન વ્‍યાસ, દિવ્‍યેશ રાણપરા, દીપેન રાણપરા, પ્રકાશ ખગ્રામ, ભુપેન્‍દ્ર બેશ, શ્વેતા બેશ પ્રતિક ગાંધી, મૌલિક હેરમા, જુગલ રાણપરા, નિખિલ સંઘાણી સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:32 PM IST)