તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન દ્વારા પેટની તકલીફો માટે રવિવારે ‘વિનામૂલ્યે ગેસ્ટ્રોલોજી કેમ્પ'
દર્દીઓને જરૂરિયાત મુજબ ‘ફ્રી સોનોગ્રાફી અને એન્ડોસ્કોપી' નો લાભ મળશે

રાજકોટઃ પેટ અને પાચનતંત્ર સંબંધિત વધતી જતી બીમારીઓને ધ્યાનમાં રાખીને, રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન દ્વારા આગામી રવિવાર, ૦૯ ઓગસ્ટના રોજ પેટની તકલીફો માટે એક વિશેષ 'વિનામૂલ્યે ગેસ્ટ્રોલોજી કેમ્પ' નું આયોજન કરવામાં આવ્યું છે.
ડો.રજનીકાંત મહેતાના સૌજન્યથી આયોજીત આ કેમ્પમાં દર્દીની સોનોગ્રાફી અને એન્ડોસ્કોપી પણ વિનામૂલ્યે કરી આપશે. સ્વસ્થ પેટ, સ્વસ્થ જીવન સમયસર તપાસ, યોગ્ય સારવારના ઉમદા હેતુ સાથે આયોજિત આ કેમ્પમાં ડો. ગજેન્દ્ર ઓડેદરા (ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ અને જીઆઈ એન્ડોસ્કોપિસ્ટ), ડો. પ્રતાપસિહ ડોડીયા (એમએસ, એફએમએએસ, એમએમએએસ - જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન) સેવા આપશે.
કેમ્પની તા.૦૯ (રવિવાર), સમયઃ સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા સુધી રોટરી લલિતાલય હોસ્પિટલ, ૬- ગીત ગુર્જરી સોસાયટી, જૂના એરપોર્ટ રોડ પાસે, રાજકોટ ખાતે યોજાશે. નામ નોંધણી માટે (મો.૮૯૮૦૦ ૦૨૦૨૬) ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે
(2:34 PM IST)










