<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

રવિવારે શ્રી પુનિત મહારાજની ૬૪મી નિર્વાણ તિથિ મહોત્‍સવ

પંચનાથ મહાદેવ મંદિરે ‘શ્રી રામ જયરામ જયજયરામ' મહામંત્ર અખંડ નામ સંકિર્તનઃ ભાવિકોને આમંત્રણ રાજકોટઃ સદ્‌ગુરૂ દેવ સંત શ્રી ‘પુનિત પ્રભુ' ની ૬૪મી પુણ્‍યતિથી રવિવાર તા.૯ ઓગષ્‍ટને પુણ્‍યતિથિ મહોત્‍સવનું આયોજન પુનિત પરિવાર (રાજકોટ) દ્વારા કરવામાં આવેલ છે.

તા.૯ના રવિવારે બપોરે ૩:૩૦ કલાકથી રાત્રીના ૯:૩૦ કલાક સુધી ‘શ્રી રામ જયરામ જયજયરામ' મહામંત્રનું અખંડ નામ સંકીર્તન, રાત્રીના ૯:૩૦ કલાકથી ૧૧:૩૦ કલાક સુધી ‘સંત પુનિત રચિત ભાવવાહી ભજનો' દ્વારા કાર્યક્રમને વિરામ અપાશે. તેમ યાદીમાં જણાવાયું છે. સ્‍થળઃ સંત પુનિત હોલ, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ.

તેઓની જીવનઝરમર જોઈએ તો સેવા અને સ્‍મરણનો સંદેશો લઈને આવેલા સંત એટલે પુનિત મહારાજ.

માનવ માત્રમા પ્રભુ વસે છે અને એની સેવા એજ પ્રભુ સેવા એવો સરળ બાંધ આપનાર સંત પુનિત મહારાજે પ્રગટાવેલ સેવાની જયોત આજેય ગુજરાતમાં ઠેર ઠેર પ્રજવલિત છે.

ગરીબ માનવીઓને માટે અન્ન દાનથી માંડીને નેત્રયજ્ઞ અને દંત યંજ્ઞ જેવા અનેક સેવાના કાર્યો કરનાર તેમજ ભાખરીદાન અને રાહત રસોડાની પ્રેરણા આપનાર આ મહાન વિભૂતિનો જન્‍મ સવંત ૧૯૬૨ માં વૈશાખી વદી બીજ ને તા. ૧૯/૦૫/૧૯૮૦ માં જુનાગઢ મુકામે થયો હતો, વાલમ બ્રહ્મણ જ્ઞાતિમાં પિતા ભાઈશંકર અને માતા લલિતાબહેનના પરિવારમાં જન્‍મેલા આ દિવ્‍ય આત્‍માને બાળપણથી જ ભક્‍તિના સંસ્‍કાર તેમજ ઈશ્વર પ્રત્‍યેનો ગજબનો નેડો હતો માતા પિતાએ તેનું નામ બાલકૃષ્‍ણ રાખ્‍યુ, બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવતા નાની વયે જે મના પર કુટુંબની જવાબદારી આવી પડી હતી. બાલકૃષ્‍ણને મા અને પોતાનું ગુજરાન ચલાવવા માટે રેલ્‍વે સ્‍ટેશન પર હમાલીથી માંડીને અન્‍ય કામ કરવા પડતા, કામ કરતા કરતા તેમને ઈશ્વર સ્‍મરણ છોડયુ ન હતુ અને માનવ સેવા પણ ચાલુ રાખી હતી બે છેડા ભેગા કરવાની દોડાદડીમા શરીર તુટી જતુ, પરંતુ આ સમયે રામનામના રટણથી ગજબની શાંતી મેળવી, એથી એમની ઈશ્વર પ્રત્‍યેની શ્રધ્‍ધા વધુને વધુ અડગ બનતી જતી હતી, ભારે મજુરી અને કામના ખૂબ જ બોજને લીધે તેમને ક્ષય રોગ લાગુ પડયો ત્‍યારે શ્રી રામ નામ એમના માટે ઔષધ પુરવાર થયુ હતું બાલકૃષ્‍ણ અમદાવાદ આવ્‍યા, મિલ મજુરીથી માંડીને અનેક કામ કર્યા. અખબારી આલમમાં પણ હાથ અજમાવ્‍યો, નોકરી કરતા કરતા તેઓશ્રી રાધેશ્‍યામ મહારાજના સંપર્કમાં આવ્‍યા હતા.

 આમ શ્રી બાલકૃષ્‍ણની ભકિત, કથન શૈલી, ભજન પ્રત્‍યેનો અનુરાગ અને માનવ સેવાની મહાત્‍વાકાલા જોઈને શ્રી રાધેશ્‍યામ મહારાજે એમને પુનિત નું બિરૂદ આપ્‍યુ હતુ  એમના ભજનો સાંભળવા માટે ભારે ભીડ થતી સ્‍વરચિત ભજનો તથા સેવાસભર વ્‍યાખ્‍યાન સાંભળવા લોકો ઠેરઠેર થી આવતા, પુનિત મહારાજે ભજનોનો અનોખો વેપાર માંડયો અને આ કાર્યમાં થતી નાણાંની આવક માંથી ૧૦૦૦ વાર જમીન ભેટમાં મળી હતી એ જમીન પર ટ્રસ્‍ટ બનાવી શ્રી પુનિત સેવા આશ્રમ ની સ્‍થાપના કરી, જે આજે પણ અમદાવાદ મણીનગર વિસ્‍તારમાં શોભી રહેલ છે.

૧૯૫૬ માં તેઓ પૂર્વ આફ્રિકાના પ્રવાસે ગયા ત્‍યા પણ શ્રી રામ નામનો ખૂબ જ પ્રચાર કર્યો ત્‍યા ટુંક સમયમાં છે. લાખ જેવી રકમ મળી તે રકમ પોતે ન સ્‍વીકારતા ત્‍યા જ શુભ કાર્યોમાં આ રકમનો સદઉપયોગ કરવા ત્‍યા જ આપી દીધી, ત્‍યાંથી પરત ફર્યા બાદ નર્મદા નદીના વિશાળ પટાંગણમાં આવેલ મોટી કોરલ ગામે શ્રી પંચકૂબેશ્વર મહાદેવની જગ્‍યા પસંદ કરી ત્રણ વર્ષ માટે વન પ્રસ્‍થાનમ સ્‍વીકારવાનો નિર્ણય કર્યો, ગાયત્રી પુરヘરણ યજ્ઞ, મહારૂદ્ર યજ્ઞો જ્ઞાનયંજ્ઞો જેવા ધાર્મિક ઉત્‍સવોની ભારે ઉત્‍સાહભેર ઉજવતી કરવામાં ફજાર આવી.

પુનિત મહારાજે તેમના જીવનના સમયકાળ દરમ્‍યાન ૪ હજાર જેટલા સરળ રાગ અને માનવ જીવનને સ્‍પર્શે તેવા ખૂબજ પ્રચલિત ભજનો જેવા કે (૧)ઈન્‍ટરનેશનલ આરતી, ક઼ જય કાના કાળા (૨) હા રે વહાલા અરજી અમારી (૩)ભુલો ભલે બીજુ બધુ મા બાપને ભુલસો નહી, (૪) સમય મારો સાદજે વ્‍હાલા તેવા સુંદર ભજનો લખેલ હતા. જે આજે પણ દરેક સંપ્રદાયમા ખૂબ જ પ્રચલિત છે એક દિવસ મોડી રાત્રે ભજનમાંથી પરત આવ્‍યા બાદ મહારાજની તબીયત લથડતા સવંત ૨૦૧૮ ના અષાઢ વદી ૧૧ ને શુક્રવાર તા.૨૭/૭/૧૯૬૨ ના રાજા રણછોડને નજર સમક્ષ રાખી રામ રામ..કરતા પંચ મહાભૂતાત્‍મક નવર દેહનો ત્‍યાગ કર્યો. આવા પરત સંતની ૬૪મી પૂણ્‍યતિથી રાજકોટમાં તેમજ અન્‍ય શહેરમાં ઉત્‍સાહભેર ઉજવાઈ રહી છે દરેક સ્‍થળોએ જયોત જવલંત રાખવા માટે અનેક મંડળો સ્‍થાયી થયા છે. જેમા રાજકોટમા પુનિત સેવા સમાજ, તેમજ નામ સ્‍મરણ માટે પુનિત ભજન સમાજની આજેપણ ધાર્મિક પ્રવૃતિઓ ચાલુ જ હોવાનું જણાવાયું છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે પુનિત પરિવારના સર્વશ્રી ભીખાલાલ કારેલીયા, શૈલેષ ભુપતાણી, કાનાભાઈ કુકરેચા (મો.૯૮૨૪૨ ૮૨૪૮૦), કિરીટભાઈ પંડયા રમેશભાઈ વાગડીયા, કાંતિલાલ ચુડાસમા નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:35 PM IST)