તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
કિસાનપરા ચોકમાં ગ્રીનએપલ સ્પામાં લોહીનો વેપલો કરાવતાં ત્રણ નેપાળી શખ્સ ઝડપાયા
સ્પાની આડમાં ચાલતું વધુ એક કૂટણખાનુ ઝડપાયું : સંચાલક, મેનેજર, ટેલિકોલરને એ-ડિવીઝન પોલીસે દબોચ્યાઃ મેઘાલય, મુંબઇ, રાજકોટની ૪ લલના પાસે દેહવ્યાપાર કરાવતાં હતાં: ગ્રાહક પાસેથી ત્રણ-ત્રણ હજાર વસુલી લલનાને એક-એક હજાર આપતાં

રાજકોટ તા. ૫ : શહેરમાં સ્પાની આડમાં ચાલતાં વધુ એક કૂટણખાના પર પોલીસે દરોડો પાડયો છે. કિસાનપરા ચોકમાં બીકે કોમર્શિયલ કોમ્પલેક્ષમાં જયેશ સમોસાની ઉપરના માળે આવેલા ગ્રીનએપલ સ્પામાં એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી ત્રણને પકડી લીધા છે.
જાણવા મળ્યા મુજબ એ-ડિવીઝન પોલીસ મથકના હેડકોન્સ. કરણભાઇ વિરસોડીયાને બાતમી મળી હતી કે કિસાનપરા ચોક જયેશ સમોસાની દુકાન ઉપર પહેલા માળે આવેલા ગ્રીનએપલ સ્પામાં સંચાલક બહારથીસ્ત્રીઓ બોલાવી દેહવ્યાપાર કરાવે છે. આ બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહકને મોકલી દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી સંચાલક અમન મનોજભાઈ ઠાકુર (ઉં.વ. ૨૨, રહે. આરએમસી ક્વાર્ટર, બ્લોક નં. ૪૪, આકાશવાણી ચોક પાસે, યુનિવર્સિટી રોડ), મેનેજર દિપેશ જગતભાઈ વિશ્વકર્મા (ઉ.વ. ૨૩, રહે. વંદન એપાર્ટમેન્ટ, રૂમ નં. પ, ગીતાંજલી કોલેજ પાસે, સાધુ વાસવાણી રોડ) અને ટેલિકોલર તરીકે કામ કરતા વિકાસ કુલદીપભાઈ વિશ્વકર્મા (ઉ.વ.૨૫, રહે. રોયલ પાર્ક પેરેડાઈઝ એપાર્ટમેન્ટ, કેકેવી હોલ પાસ)ને સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવતાં પકડી લીધા હતાં. આ ત્રણેય મુળ નેપાળના છે. તેની સામે ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
આ દરોડા દરમિયાન સ્પાના રૂમમાંથી ૪ મહિલાઓ મળી આવી હતી. જેમાં એક ૨૭ વર્ષિય યુવતિ મુળ મેઘાલયની, ૨૮ વર્ષિય મહિલા રાજકોટની, ૨૩ અને ૨૬ વર્ષિય યુવતિ મુળ મુંબઇની હતી. આ યુવતિઓએ કહ્યું હતું કે સંચાલક અમન, મેનેજર દિપેશ અને ટેલિકોલર વિકાસ તેઓની પાસે ગ્રાહકો મોકલે છે. આ ત્રણેય ગ્રાહકો પાસેથી ૩૦૦૦ લઇ એક એક હજાર તેમને આપતાં હતાં અને બાકીના સંચાલક સહિતના ત્રણેય રાખતા હતાં. ૧ હજાર એન્ટ્રી ફી તરીકે ગ્રાહકો પાસેથી વસુલતા હતાં. પોલીસે પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૧૨,૦૧૦, રૂ. ૨૫ હજારઅને ૧૦ હજારની કિંમતના બે મોબાઇલ ફોન, કોન્ડમનો જથ્થો મળી કુલ રૂ. ૪૭,૦૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ એસ.આર. ચાવડા, હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ બોરીચા, મહેશભાઈ ચાવડા, કરણભાઇ વિરસોડીયા, કોન્સ. સજનીબેન, પ્રિયંકાબા સહિતે આ દરોડો પાડયો હતો.
(2:49 PM IST)










