તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
મનપા રૂા.૫૦૦માં ગણપતિદાદાની માટીની મુર્તિ આપશે
પર્યાવરણ સંરક્ષણ માટે રાજકોટ મહાનગર પાલીકાની અનોખી પહેલ : માટીની મૂર્તિ અપનાવો, પર્યાવરણ બચાવોઃ એક ફૂટ ઊંચાઈની માટીની મૂર્તિ માટે QR કોડ દ્વારા રજીસ્ટ્રેશનની સુવિધા : મેયરશ્રી ડૉ. નેહલ શુક્લ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડી.વી. મહેતાની સંયુક્ત જાહેરાત

શહેરમાં પર્યાવરણ મૈત્રી ગણેશોત્સવને પ્રોત્સાહન આપવા માટે મહાનગરપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુકત ઉપક્રમે માત્ર રૂા. પ૦૦ ના ટોકન દરે એક ફુટ ઉંચાઇની ઇકો-ફેન્ડલી માટીની ગણેશ મૂર્તિ શહેરીજનોને આપવા અંગેની પત્રકાર પરિષદમાં મેયર નેહલભાઇ શુકલ દ્વારા જાહેર કરી વિસંગત માહિતી આપવામાં આવી હતી. આ પત્રકાર પરીષદમાં મેયર નેહલભાઇ શુકલ, શાળા સંચાલક મંડળના ડી.બી. મહેતા અજય પટેલ, અવેધેશ કાનગડ તથા ઉર્વેશ પટેલ ઉપસ્થિત રહયા હતા.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ, તા.,પ : પર્યાવરણનું સંરક્ષણ, પ્રાકળતિક સંસાધનોનું જતન અને સમાજમાં પર્યાવરણ પ્રત્યે વધુ જાગળતિ કેળવવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે. આગામી માસમાં આવનાર શ્રી ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને નાગરિકો વધુમાં વધુ ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવે તેવા શુભ આશય સાથે માટીમાંથી નિર્માણ કરવામાં આવેલી શ્રીગણેશ ભગવાનની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવશે. આ અંગે આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મેયર ડૉ. નેહલ શુક્લ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારોએ વિગતવાર માહિતી આપી હતી.
મેયર ડૉ. નેહલ શુક્લે જણાવ્યું હતું કે, ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૅપર્યાવરણ સંરક્ષણ અને પ્રકળતિ પ્રત્યેની જવાબદારીૅના સંકલ્પને સાકાર કરવા તેમજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા સતત વિવિધ જનજાગળતિ અભિયાનો હાથ ધરી રહી છે. ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ ભગવાન શ્રી ગણેશજીની પ્લાસ્ટર ઓફ પેરિસ(POP)ની મૂર્તિઓના જળાશયોમાં કરવામાં આવતા વિસર્જનને કારણે જળાશયો અને પર્યાવરણને થતી હાનિ અટકાવવા માટે માટીની મૂર્તિઓનો ઉપયોગ સમયની માંગ બની ગયો છે. આ પહેલ દ્વારા વધુમાં વધુ નાગરિકો ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરે અને ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિના વિસર્જન પછી પણ પર્યાવરણને કોઈ નુકસાન ન પહોંચે તેવો મુખ્ય ઉદ્દેશ્ય છે.
મેયરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ આશરે એક ફૂટ ઊંચાઈની ઉચ્ચ ગુણવત્તાની માટીની શ્રીગણેશ ભગવાનની મૂર્તિ નહીં નફો, નહીં નુકશાનના ધોરણે માત્ર રૂ.૫૦૦ના ટોકન દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ મૂર્તિઓ સંપૂર્ણપણે કુદરતી માટીમાંથી તૈયાર કરવામાં આવી હોવાથી ઘરમાં જ ટબમાં સરળતાથી વિસર્જન થઈ જાય છે. આ પહેલ માત્ર એક મૂર્તિ વિતરણ કાર્યક્રમ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારી નિભાવવાનો સંકલ્પ છે.
તેમણે નાગરિકોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, ગણેશોત્સવ જેવા પવિત્ર પર્વને પર્યાવરણમૈત્રી રીતે ઉજવવા માટે દરેક પરિવારે માટીની મૂર્તિને પ્રાધાન્ય આપવું જોઈએ. આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ આપવાની જવાબદારી આપણાં સૌની છે. રાજકોટ શહેર હંમેશા સામાજિક અને પર્યાવરણીય પહેલોમાં અગ્રેસર રહ્યું છે અને આ અભિયાનને પણ નાગરિકો તરફથી વ્યાપક પ્રતિસાદ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓ માત્ર શિક્ષણ પૂરતું જ કાર્ય કરતી નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ અભિયાન દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમગ્ર સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગળતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. આગામી વર્ષોમાં પણ આવા લોકહિતના કાર્યક્રમો વધુ વ્યાપક સ્તરે યોજવાની યોજના હોવાનું તેમણે જણાવ્યું હતું.
નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ અભિયાન માટે QR કોડ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રસ ધરાવતા નાગરિકો પ્રદર્શિત કરાયેલા QR કોડને સ્કેન કરીને સરળતાથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમજ વધુ માહિતી પણ મેળવી શકશે.
રાજકોટ મહાનગરપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે શહેરના તમામ નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા, ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવવા અને પર્યાવરણના સંરક્ષણમાં પોતાનું યોગદાન આપવા હાર્દિક અનુરોધ કર્યો છે.
આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી ડો. નેહલ શુક્લ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારશ્રીઓ ડી.વી. મહેતા, અવધેશભાઈ કાનગડ, શ્રી અજયભાઈ પટેલ તથા ઉર્વેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેસ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓને આ સમગ્ર અભિયાન અંગે વિસ્તળત માહિતી આપી હતી. (૪.૧૨)

QR કોડ રજીસ્ટ્રેશન
રાજકોટઃ નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ અભિયાન માટે QR કોડ આધારિત ઓનલાઇન રજીસ્ટ્રેશન વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. રસ ધરાવતા નાગરિકો પ્રદર્શિત કરાયેલા QR કોડને સ્કેન કરીને સરળતાથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમજ વધુ માહિતી પણ મેળવી શકશે.
(2:51 PM IST)










