તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
એસ.ટી. બસ પોર્ટ ખાતે બસ ચાલુ ને ચાલુ રાખી ઇંધણનો કરાતો વ્યય
મુસાફર હિત રક્ષક સમિતિ દ્વારા રજુઆત

રાજકોટ તા. ૫ : જાગૃત નાગરિક અને મુસાફર હિત રક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલાએ એક યાદીમાં જણાવ્યુ છે કે એસ.ટી. તંત્ર દ્વારા પ્રધાનમંત્રીના ઇંધણ બચાવો અભિયાનનો ખુલ્લેઆમ ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. રાજકોટ ડેપોની રાજકોટ જામનગર રાજકોટ રૂટની બસ પ્લેટફોર્મ નંબર ૧૧ ઉપર લગાડવામાં આવ્યા બાદ ચાલુ જ રાખવામાં આવી. ડ્રાઇવરને પુછપરછ કરતા બસ ધકકા ગાડી જેવી છે. બંધ થયા પછી ઉપડતી નથી, ધકકા મારવા પડે છે. જેથી હોલ્ટના સમયે પણ બસ બંધ કરવાને બદલે ચાલુ રાખવી પડે છે.
ગજેન્દ્રસિંહે જણાવ્યુ છે કે આ રીતે તો ઇંધણનો ખોટો વ્યય થાય. ઇંધણ બચાવો અભિયાનનો કોઇ અર્થ સરતો નથી. આવી હાલતની બસોને મરામત કરાવી લેવી જોઇએ. બાકી આ રીતે ઇંધણનો વ્યય કરવો ન પાલવે.
આ બાબતે રાજકોટ ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ એ.ટી.એસ.ને પણ ટેલીફોનીક રજુઆત કરવામાં આવી હોવાનું ગજેન્દ્રસિંહ ઝાલા (મો.૯૪૨૬૨ ૨૯૩૯૬)એ યાદીના અંતમાં જણાવાયુ છે
(3:19 PM IST)










