તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
મનપાની આંગણવાડી ખાતે ‘‘વિશ્વ સ્તનપાન દિવસની'' ઉજવણી
વર્ષ ર૦ર૬ ની થીમ મુજબ વોર્ડ નં. ૧૪ અને ૧૭ માં આયોજન

રાજકોટઃ તા.પ, સરકાર દ્વારા તારીખ ૧ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટ દરમ્યાન ‘‘વિશ્વ સ્તનપાન દિવસ'' તરીકે ઉજવણી કરવામાં આવનાર છે જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૪ અને ૧૭માં તા.૪ના રોજ વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી,
જેમાં ૨૦૨૬ની થીમ મુજબ દરેક નવજાતને જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન કરાવીએ, પ્રથમ ૬ મહિના માત્ર માતાનું દૂધ આપીએ અને સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બનીએ. આ થીમને સિદ્ધ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં ‘‘વિશ્વ સ્તનપાન દિવસની'' ઉજવણી તેમજ આંગણવાડીના બાળકોનોકેમ્પ કરીને આરોગ્ય તપાસ કરવામા આવેલ.
આ સાથે પ્રથમ મંગળ દિવસ ‘સુપોષણ સંવાદ' ની ઉજવણી કરવામા આવેલ જેમા સગર્ભા માતાની ગોદ ભરાઈ રસમ કરીને બહેનોને પ્રોટિન યુક્ત કીટ આપવામા આવેલ તેમજ બાળકોના વાલીઓને ‘થેરાપેટીક પાઉડર' બનાવવાની રેસીપી શિખવવામા આવેલ તેમજ બાળકોને થેરાપેટીક પાઉડર આપવામા આવેલ અને ખોરાકમા એમનો ઉપયોગ કરવા માટેનુ સુચન આપવામા આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા કોર્પોરેટર અરુણાબેન આડેસરા, ચંદાબેન વાળા, કૌશિકભાઈ ટાંક, રસીલાબેન વૈષ્ણવ, રોટરી ક્લબ ઓફ રાજકોટ મેટ્રો પ્રેસિડેન્ટ સોનલ રાજ પોપટ, સેક્રેટરી નીલમબેન લાખાણી, મેમ્બરશ્રી જયોતિબેન સવજીયાણી, નયનાબેન તંતી, આનંદાબેન કામલિયા, ભરતભાઈ કામલિયા, પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ, સીડીપીઓ પૂજાબેન જોષી, મુખ્ય સેવિકાશ્રી, આંગણવાડી કાર્યકર, તેડાગર, વાલીઓ, બાળકો, સગર્ભા બહેનો , ધાત્રીમાતા, કિશોરીઓ, Rbsk mo ડો.રેશમાબેન ગઢિયા ડો. ગૌરવભાઈ બગથરીયા ડો. મેહુલભાઈ રંગાણી ડો. કૃપાબેન રાદડિયા, હાજર રહ્યા, રોટરી ક્લબ દ્વારા સગર્ભા બહેનોને પોષણ યુક્ત કીટ આપવામા આવેલ. ચિરાગભાઈ ધામેચા (સી.જે. ગ્રુપ) બાળકોને શિંગ દાળિયા આપવામા આવેલ, લલિતભાઈ મજેઠીયા તરફથી બાળકોને પ્રોટીન પાઉડર આપવામા આવેલ.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી. કે. નંદાણીર, આઈ.સી.ડી.એસ.ના ચેરમેન કેતનભાઈ ઠુંમર, વાઈસ ચેરમેન અલ્પાબેન દવે તેમજ પ્રોગ્રામ ઓફીસર શ્રી શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ‘વિશ્વ સ્તનપાન દિવસ' ની ઉજવણી કરવામા આવેલ.
(3:29 PM IST)










