<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

રાજકોટની ટ્રાફિક સમસ્‍યાનાં હલ માટે હાઈકોર્ટમાં અપીલ કરાશે : તખુભા રાઠોડ

સંસ્‍થાઓ અને નગરજનોએ રજુઆતના પુરાવા સામેલ કરવા અપીલ

રાજકોટ તા. ૬ : જન જાગળતિ અભિયાન મંચના પ્રમુખ તખુભા રાઠોડ અને તેમની ટીમે શહેરની પ્રજાના જટિલ અને ત્રાસજનક ટ્રાફિક સમસ્‍યાના પ્રશ્‍ને અનેક વખત રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી, ગળહમંત્રીશ્રી, ધારાસભ્‍યો, સંસદોને વિગતસહ લેખિત રજૂઆત કરેલ છે.

શહેરની અનેક સામાજિક સંસ્‍થા, જાગળત નાગરિકો, અખબારો અને ટી.વી. ચેનલો આ અંગે પ્રજાહિત માટે ગંભીરતા પૂર્વક રજૂઆતો કરેલ છે. તેમછતા તમામ તંત્રો કુંભકર્ણ જેવી ઉંઘમાંથી જાગતા જ નથી. જેથી પ્રજાની હેરાનગતિમાં સતત વધારો થતા ેજાય છે.

ગંભીર ટ્રાફિક સમસ્‍યા અંગેની તમામ લેખિત રજૂઆતનાં પત્રની નકલ પોલીસ કમિશ્‍નરને પણ પાઠવેલછે. પ્રજાની હાલાકીના ગંભીર પ્રશ્‍ને સતત કડક પગલાં લેવામાં જવાબદાર પોલીસ તંત્ર સંપૂર્ણ બેજવાબદાર અને નિષ્‍ફળ છે.

ત્‍યારે હવે શહેરની પ્રજાના હિત માટે આ ત્રાસજનક ટ્રાફિક પ્રશ્‍નને ગુજરાત હાઇકોર્ટમાં લઈ જવા આ સંસ્‍થા બાહોશ વકીલોના સંપર્કમાં છે. તેમની સલાહ અને સૂચન મુજબ શહેરની વિવિધ સંસ્‍થાઓ અને જાગળત નાગરિકોને સાથે રાખી કોર્ટમાં અપીલ કરાશે.

આ ત્રાસજનક સમસ્‍યાની જમીન ઉપરની વિગતો જવાબદાર વિભાગનાં સ્‍ટાફની ફરજ બજાવવાની અતિ બેદરકાર નીતિ, અસહકારને બેફામ વર્તન અંગેનાં ફોટોગ્રાફ સહીતની વિગતો, અગાઉની રજુઆતોની નકલો સત્‍વરે આ સંસ્‍થાનાં મંત્રીશ્રીના વોટસએપ મો. નં. ૯૭૧૪૫ ૧૫૧૧૫ ઉપર મોકલી આપવા વિનંતી કરાઇ છે. જેથી હાઇકોર્ટમાં રજૂઆત મજબૂત બને. જાગૃત નાગરિકો, સંસ્‍થાઓએ સહયોગમાં આગળ આવવા તખુભા રાઠોડ (મો.૯૮૨૪૨ ૧૬૧૩૦)ની યાદીમાં જણાવાયુ છે.

(3:34 PM IST)