<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

વીજતંત્રમાં ૮૦ લાખનું કોૈભાંડઃ બારોબાર મટીરીયલ્‍સ વેચી નાખનાર ૪ ઇજનેરો સહિત ૬ની સાગમટે બદલી

જેતપૂર ડીવીઝનનું કોૈભાંડ RTI એકટીવીસ્‍ટે બહાર પાડયું: હવે સસ્‍પેન્‍ડના તોળાતા પગલા.. રાજકોટે તપાસ નહિ કરતા વડી કચેરીએ તપાસ કરાવી અને ભાંડો ફૂટતા કડક પગલા લેવાયા..

રાજકોટ, તા.૬: વીજતંત્રના જેતપૂર ડિવીઝનમાંથી ૮૦ લાખની કિંમતનું સ્‍ટોર મટીરીયલ્‍સ વેચી નાખવાની ઘટનામાં નાયબ કાર્યાપાલક ઇનજેર સહિત ૬ કર્મચારી-અધીકારીની વિવિધ શહેરોમાં બદલી કરી નખાતા ભારે ચર્ચા ઉપડી છે. ગત તા. ૨૭ ફેબ્રુઆરીના રોજ પીજીવીસીએલના સ્‍ટોરમાંથી આરફીન ઇન્‍ડિયા કંપનીનો ૧૨.૫ કિમી લંબાઈનો ઓલ એલ્‍યુમિનિયમ કંડકટર કેબલ, શ્‍યામ શેલ કંપનીના લોખંડના ૯ મીટર ઉંચા ૩૦ નંગ, એમ.એસ ગડર પોલ (વીજ થાંભલા), અને દ્વારકાધીશ રબ્‍બર કંપનીના ૧૧ કે.વી.ની ૪૦૦ નંગ પીન જેની અંદાજે કિંમત રૂપિયા ૮૦ લાખ થાય છે તે માલ બારોબાર વેંચી નાંખવામાં આવ્‍યો. હોવાની વિગતે  બહાર આવી હતી. આ પ્રકરણમાં જેતપુર પીજીવીસીએલ કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર ડી કે. જેઠવાની લીંબડી, બે નાયબ ઈજનેરો જે. આર વેલેરા અને એન પી. ગોહેલની સુરેન્‍દ્રનગર, જુનીયર ઈજનેર એ.પી. પાનસુરીયાની દેરડી કુંભાજી, સુપ્રીટેન્‍ડટ એકાઉન્‍ટ-ખર્ચ વિભાગના કે.કે. વાગડીયાની ધોરાજી તેમજ સિનિયર ક્‍લાર્ક સ્‍ટોર કીપર રાજેશ આર વનારની વીંછીયા ખાતે તાત્‍કાલીક બદલીનો હુકમ  વડોદરાથી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે.

આરટીઆઇ એક્‍ટિવિસ્‍ટે માંગેલ માહિતી અને ત્‍યારબાદ પીજીવીસીએલની વડી કચેરીને કરેલ ફરીયાદના આધારે કાર્યવાહી થઈ છે. આ તમામ અધિકારીઓ બદલી થવાની સાથે રજા પર ઉતરી ગયા છે તેઓની બદલીની જગ્‍યાએ હાજર થશે તે સાથે સસ્‍પેન્‍ડ કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું છે.

(2:57 PM IST)