<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

ચીઝ- પનીરના ૩ નમુના લેતી ફુડ શાખા

ખાણી-પીણીના વેપારીઓને એનાલોગ ઉત્‍પાદનોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધઃ દંડ સહિતની કાયદાકીય કાર્યવાહી શકય

રાજકોટ તા.૬: ફૂડ સેફટી કમિશનર શ્રી ગુજરાત રાજ્‍ય ના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા સમગ્ર ગુજરાત રાજ્‍યમાં એનાલોગ (Analogue) ડેરી ઉત્‍પાદનોラખાસ કરીને પનીર,ક્રીમ અને માખણ જેવા ઉત્‍પાદનો કે જેમાં દૂધના ફેટના બદલે વનસ્‍પતિ તેલ કે અન્‍ય બહારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છેતેના ઉત્‍પાદન, વેચાણ અને સંગ્રહ પર તત્‍કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે.

તપાસ દરમિયાન લેવાયેલા પનીરના નમૂનાઓમાં વેજિટેબલ ફેટ (વનસ્‍પતિ તેલ/ઘી), ભેજ, સ્‍ટાર્ચ અને અન્‍ય બિન-અધિકળત પદાર્થો મળી આવ્‍યા હતા, જે આરોગ્‍ય માટે અસુરક્ષિત અને અપ્રમાણસર છે. ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકાવવા અને જાહેર આરોગ્‍યની સુરક્ષા માટે આ પગલું લેવાયું છે.

સમગ્ર ગુજરાતમાં અસલી ડેરી પ્રોડક્‍ટ ન હોય તેવી અને પનીર, માખણ કે ક્રીમ જેવા ઉત્‍પાદનોની નકલ કરતી ‘‘એનાલોગ'' બનાવટો બનાવવી, પ્રોસેસ કરવી, પેક કરવી, સંગ્રહ કરવો, પરિવહન કરવું કે વેચવું.

જે પ્રોડક્‍ટ્‍સમાં દૂધ અથવા મિલ્‍ક ફેટના બદલે વનસ્‍પતિ તેલ કે નોન-ડેરી તત્‍વો વાપરવામાં આવ્‍યા હોય.

રાજકોટ શહેરના તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો જેમકે હોટેલ, રેસ્‍ટોરન્‍ટ, કેટરર્સ અને કેન્‍ટીન કે ક્‍લાઉડ કિચન દ્વારા આવી એનાલોગ પ્રોડક્‍ટ્‍સનો ખોરાકમાં ઉપયોગ  ન કરવા ખાસ સુચના આપવામાં આવે છે ફ્રોઝન ડેઝર્ટ, પ્રોસેસ્‍ડ ચીઝ અ મિક્‍સ્‍ડ ફેટ સ્‍પ્રેડ જેવા માનક ઉત્‍પાદનોને આમાંથી મુક્‍તિ આપેલ છે.

તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોએ ડેરી એનાલોગનું વેચાણ તુરંત બંધ કરવાનું રહેશે.  હોટેલો, રેસ્‍ટોરન્‍ટો અને કેટરર્સે માત્ર અસલી અને માનક ડેરી પ્રોડક્‍ટ્‍સનો જ ઉપયોગ કરવાનો રહેશે. ખરીદી, ઉત્‍પાદન અને વિતરણના તમામ રેકોર્ડ યોગ્‍ય રીતે જાળવવાના રહેશે. આ આદેશનો ભંગ કરનાર સામે ફૂડ સેફ્‌ટી એન્‍ડ સ્‍ટેન્‍ડર્ડ્‍સ એક્‍ટ, ૨૦૦૬  હેઠળ ભારે દંડ અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ઉપરોક્‍ત આદેશ અન્‍વયે મહાનગરપાલિકાના આરોગ્‍ય શાખા ફૂડ વિભાગ ની ટીમ દ્વારા ફોર્ચ્‍યુન મિલ્‍ક એન્‍ડ ફૂડ પ્રોડક્‍ટસઃ લાતી  પ્‍લોટ શેરી નંબર ૪ પુનિત ઘરઘંટી પાસે પારેવડી ચોક  ખાતે તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ એનાલોગ ચીઝ લો ફેટ પ્રોટીન પનીર તેમજ પ્‍યુરિકા બ્રાન્‍ડ પનીરના કુલ ત્રણ નમૂનાઓ લેવામાં આવેલ તેમજ પેઢીને હાઈજીનીક કન્‍ડિશન તેમજ યોગ્‍ય સ્‍ટોરેજ બાબતે નોટીસ આપવામાં આવેલ.

(3:34 PM IST)