News of Friday, 7th August 2026
પડધરીના તરઘડીના બિમારીઓથી ત્રાસી ૭૩ વર્ષના લાભુબેને જીવ દીધો

રાજકોટ તા. ૭: પડધરીના તરઘડી ગામે રહેતાં ૭૩ વર્ષના વૃધ્ધાએ ઝેરી ટીકડીઓ પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ તરઘડીમાં રહેતાં લાભુબેન દેવશીભાઇ લીંબાસીયા (ઉ.વ.૭૩)એ ગઇકાલે ઘરે ઘઉમાં રાખવાના ટીકડા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પડધરી પોલીસને જાણ કરવામાં આવી હતી.
આપઘાત કરનાર લાભુબેનને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. દિકરાઓ ખેતી કરી ગુજરાન ચલાવે છે. લાભુબેનને ગોઠણના દુઃખાવાની બિમારી હોઇ દવા-સારવાર કરવા છતાં ફરક પડતો નહોતો. તેમાં પણ ડાયાબીટીશ અને થાયરોઇડ પણ લાગુ પડતાં તેઓ કંટાળી ગયા હતાં. આ કારણે આપઘાત કરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતુ.
(11:25 AM IST)










