તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
કડિયા સમાજનો મેગા સરસ્વતી સન્માન સમારોહઃ ૨૫૦૦ વિદ્યાર્થીઓનું સન્માન
શિક્ષણ અને સંગઠનથી જ સમાજનો સર્વાંગી વિકાસ શક્યઃ નરેન્દ્રબાપુ * રાજકીય-સામાજીક ક્ષેત્રના આગેવાનોએ આશીર્વાદ વરસાવ્યા

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટના ત્રિવિધ સરસ્વતી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત જ્ઞાતિ સમસ્તના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ) ે મેયર નેહલભાઈ શુકલ, શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માધવભાઈ દવે, રાજકોટ શહેરના ધારાસભ્યશ્રીઓ રમેશભાઈ ટીલાળા, દર્શીતાબેન શાહ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, નેતા શાસક પક્ષ હિરેનભાઈ ખીમાણીયા, દંડકશ્રી સંજયસિંહ રાણા, પૂર્વ કો. કિશોરભાઈ પરમાર, રાજકોટ બાર એસોશીએશનના પૂર્વ પ્રમુખ પરેશભાઈ મારૂ, શ્યામ વાડી ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ ટાંક, જ્ઞાતિ સમસ્તના મહામંત્રી હસુભાઈ ચોટલીયા, એડવોકેટ જયંતભાઈ ગાંગાણી, એડવોકેટ હસુભાઈ ગોહેલ, વિદ્યાર્થી બોડીંગના ચેરમેનશ્રી નરસિંહભાઈ સવાણી, વિદ્યાર્થી મંડળના પ્રમુખ ડી.પી. રાઠોડ, પ્રગતિ મંડળના પ્રમુખ હેમરાજભાઈ કાચા, સાંસ્કૃતિક સમિતિના પ્રમુખશ્રી વિરેનભાઈ તેમજ વશાળ સંખ્યામાં ઉપસ્થિત દિકરા-દિકરીઓ નજરે પડે છે.(૪૦.૩૯)
રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂ શ્રી જીવરાજ બાપુ) ની અધ્યક્ષતામાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ ના વિદ્યાર્થી દીકરા-દીકરીઓના હિતાર્થે ત્રિવિધ મેગા સન્માન કાર્યક્રમ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો હતો. જે છેલ્લા ધણા વર્ષોથી રાજકોટ શહેરમાં રહેતા અભ્યાસ કરતા દરેક કડિયા સમાજના વિદ્યાર્થી દીકરા-દીકરીઓને શૈક્ષણિક સહાય મળી રહે તેમજ વિધાર્થીઓને પ્રોત્સાહન મળી રહે અને સમગ્ર સમાજની અંદર શિક્ષણનું વ્યાપ વધે તેમજ સમાજ શિક્ષિત-દિક્ષિત અને સંગઠિત બને તે હેતુ થી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાં ડો.નેહલભાઈ શુકલ, રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ માધવભાઈ દવે, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડે.મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા હિરેનભાઈ ખીમાણીયા, દંડક સજયસિંહ રાણા, કોર્પોરેટર કૌશીકભાઈ ટાંક સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે મેયર ડો.નેહલભાઈ શુક્લ, શહેર, ભા.જ.૫ અધ્યક્ષ માધવ દવે, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ,ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ વિગેરે રાજકીય આગેવાનશ્રીઓએ પોતાના વકતવ્યમાં જણાવેલ હતુ કે હાલની આ એકવિસમી સદી શિક્ષણ અને સંગઠનની સદી છે સમાજના દરેક દિકરા દિકરીઓ શિક્ષીત બને, દિક્ષીત બને અને દરેક સમાજની સાથે કદમ થી કદમ મીલાવીને ચાલી શકે તેના માટે શિક્ષણ ખુબજ આવશ્યક છે જેટલુ દિકરાઓ માટે શિક્ષણ આવશ્યક છે તેનાથી પણ વધારે દિકરીઓ માટે પણ શિક્ષણ આવશ્યક છે શિક્ષણની સાથે સાથે કોમ્પ્યુટરનુ જ્ઞાન તેથી પણ વિશેષ આવશ્યક છે. શિક્ષણ હશે પરંતુ કોમ્પ્યુટરની અને હાલની નવીનવી ટેકનોલોજીનું જ્ઞાન નહી જાણતા હોઈએ તો આપણે અભણ જ છીએ એવુ લાગે છે.
હાલની એકવીસમી સદીમાં દરેક પ્રકારની ટેકનોલોજી દરેક પ્રકારના શિક્ષણ હોવાથી દુનીયા આપણી મુઠ્ઠીમાં છે. કોમ્પ્યુટરની અંદર એક કલીક કરવાથી ઓલ વર્લ્ડની અંદર બનતા વિષયોને આપણે આંગળીના ટેરવે જોઈ શકીએ છીએ. કડિયા સમાજના દિકરા દિકરીઓ માટે નરેન્દ્રભાઈ સોલંકી કે જેઓ ઘણા વર્ષોથી કડિયા સમાજની પ્રમુખની જવાબદારીઓ નિભાવે છે તેઓ પોતે અંગત રસ લઈ કડિયા સમાજના દિકરા દિકરીઓનું શિક્ષણની અંદર ડેવલોપમેન્ટ થાય સમાજ સંગઠીત બને તેવા વર્ષોથી પ્રયત્નો કરતા આવ્યા છે. જ્યારે કોમ્પ્યુટર યુગની શરૂઆત થઈ ત્યારે રાજકોટની અંદર કડિયા જ્ઞાતિના દિકરા દિકરીઓ માટે કડિયા સમાજ દ્વારા કડિયા સમાજના નરેશભાઈ પરમાર તેમજ કર્મચારીઓની ટીમ દ્વારા કોમ્પ્યુટરનું શિક્ષણ સંપૂર્ણપણે વિનામુલ્યે ચાલુ કરેલ હતુ જે ખુબજ સરાહનીય બાબત છે. કડિયા સમાજ અને ભારતીય જનતા પાર્ટી બન્ને એકબીજાના સુખદુઃખના સાથે અને પુરક તરીકે કામ કરતું હોવાનું જણાવાયું હતું.
કડિયા સમાજના શ્યામવાડી ટ્રસ્ટના અધ્યક્ષ મનસુખભાઈ ટાંક, ઉપપ્રમુખ કિશોરભાઈ પરમાર, પ્રગતિ મંડળ પ્રમુખ હેમરાજભાઈ કાચા, નરસિંહભાઈ સવાણી, વિધાર્થીમંડળના પ્રમુખ ડી.પી.રાઠોડ, જ્ઞાતિ સમસ્તના મંત્રી હસુભાઈ ચોટલીયા, રમતગમત અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન વિરેનભાઈ કાચા, જેન્તીભાઈ ગાંગાણી, બાર એશોસીએશનના પૂર્વ પ્રમુખ પરેશભાઈ મારૂ, એડવોકેટ તેજસભાઈ જયંતભાઈ ગાંગાણી, ડી.પી.રાઠોડ, ડો. પકંજભાઈ રાઠોડ, રતીભાઈ ટાંક, ભાર્ગવભાઈ સોલંકી, હરેશભાઈ ગોહેલ, નરેન્દ્રભાઈ રાઠોડ, કાંતીભાઈ રાઠોડ, દામજીભાઈ ચોટલીયા, નિલેશભાઈ ચોટલીયા, દિનેશભાઈ પરમાર, પ્રશાંતભાઈ સોલંકી, હસમુખભાઈ ગોહેલ, રાકેશભાઈ મનાણી, ભરતભાઈ રત્નાણી, હરીભાઈ પરમાર, સંજયભાઈ ગાંગાણી, હર્ષ ખોલીયા, જયેશભાઈ જાદવ, હાર્દિકભાઈ સાપરીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન પૂર્વ આર.એમ.સી.ના આરોગ્ય અધીકારી પી.પી. રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતુ તેમજ ઈનામ વિતરણ અને સમગ્ર કાર્યક્રમમાં કિશોરભાઈ પરમાર, હસુભાઈ ચોટલીયા તેમજ વિદ્યાર્થી મંડળના અને સમાજના દરેક કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં શ્રી ગુર્જર ક્ષત્રીય કડિયા જ્ઞાતીના દીકરા-દીકરીઓને વિના મુલ્યે પાકા પુઠાનો ૧૫૦ પેજનો ચોપડો એવા ૦૯ ચોપડાનું પેકીંગ, સ્કુલ બેગ તથા દરેક વર્ગમાં પ્રથમ ૧ થી ૩ નંબર આવનાર વિદ્યાર્થીઓને શીલ્ડ આપી સન્માન કરવામા આવ્યુ. આ સરસ્વતી સન્માન સમારંભમાં ૨૫૦૦ શીલ્ડ અને સન્માન પત્ર આપવામાં આવેલ.
વિદ્યાર્થી સન્માન સમારોહનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે અને તેમનું સન્માન કરીને શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ જનોમા શિક્ષણ નું મહત્વ વધે તેવા પ્રયત્નો કાયમી ધોરણે કરવામા આવે છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશું. અમારો હેતુ જ્ઞાતિનાં દરેક બાળકો તેમજ યુવાભાઈઓ-બહેનો શિક્ષિત થાય અને બાળકોનુ ભાવિ ઉજ્જવળ બને તેવા શુભઇરાદા થી સમાજ દ્વારા શૈક્ષણિક પ્રવૃતિઓ ચલાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તક સહાય ધણા વર્ષોથી આપવામાં આવે છે. દરેક સમાજની પ્રગતિનો આધાર શિક્ષણ ઉપર રહ્યો છે. તેમ પૂ.નરેન્દ્રબાપુએ જણાવ્યું હતું.આયોજનને સફળ બનાવવા માટે નરેન્દ્રભાઈ સોલંકીની રાહબરી તથા માર્ગદર્શન હેઠળ જ્ઞાતીના તમામ આગેવાને તેમજ તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.(૪૦.૩૮)
શિક્ષણ અને ટેકનોલોજી પર ભાર
રાજકોટઃ ૨૧મી સદી શિક્ષણ અને નવીન ટેકનોલોજીની સદી છે. સમારંભમાં ઉપસ્થિત રાજકીય અને સામાજિક મહાનુભાવોએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દીકરાઓ સાથોસાથ દીકરીઓ માટે પણ ઉચ્ચ શિક્ષણ અને કમ્પ્યુટર-ટેકનોલોજીનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. ટેકનોલોજી વગરનું શિક્ષણ અપૂર્ણ છે. કડિયા સમાજ દ્વારા વર્ષોથી કમ્પ્યુટરનું વિનામૂલ્યે શિક્ષણ આપીને સમાજના બાળકોને આધુનિક યુગ સાથે જોડવાનું ભગીરથ કાર્ય નરેન્દ્રબાપુ સોલંકીના માર્ગદર્શન હેઠળ સતત થઈ રહ્યું છે.
વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક સહાય
રાજકોટઃ આ મહોત્સવમાં સમાજના ૨૫૦૦ જેટલા હોંશિયાર વિદ્યાર્થીઓને ૧૫૦ પેજના ૯ ચોપડાનો સેટ, સ્કૂલ બેગ તેમજ ૧ થી ૩ નંબર મેળવનાર તેજસ્વી તારલાઓને વિશેષ શીલ્ડ અને સન્માનપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. સમાજનો પાયો શિક્ષણ પર રહેલો છે અને કડિયા સમાજ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કાયમી ધોરણે આવા શૈક્ષણિક અને પ્રોત્સાહક પ્રકલ્પો ચલાવી રહ્યો છે.
(4:00 PM IST)










