તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
પરંપરાગત અતિથ્યથી લઈ AI સુધીઃ જયપુરમાં દેશનું સૌથી મોટું કેટરિંગ પ્રદર્શન
૩૦ હજારથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી, ૨૦૦થી વધુ ડેલિગેટસ સાથે રાજકોટનો દબદબોઃ ૧૧ લાખના ઈનામો સાથે મેગા લક્કી ડ્રો એફએઆઈસી એવોર્ડસ ૨૦૨૬: જયપુરના રાષ્ટ્રીય કન્વેશનમાં રાજકોટ-સૌરાષ્ટ્ર કેટરર્સ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યુ

રાજકોટઃ ભારતીય કેટરિંગ ઉદ્યોગના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ અધ્યાય ઉમેરતા ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા કેટરર્સ (એફએઆઈસી) દ્વારા જયપુરના જેઈસીસી ખાતે તા.૧થી ૩ ઓગસ્ટ દરમિયાન આયોજિત ૬મી નેશનલ કન્વેન્શન તથા CaterCon India ૨૦૨૬ ભવ્ય સફળતા સાથે પૂર્ણ થયું. દેશના ૧૮થી વધુ રાજ્યોમાંથી ૩,૦૦૦થી વધુ પ્રતિનિધિઓ, ૫૦૦થી વધુ પ્રદર્શની સ્ટોલ તથા ૩૦,૦૦૦થી વધુ મુલાકાતીઓની હાજરી સાથે આ આયોજન દેશના કેટરિગ ઉદ્યોગના સૌથી મોટા અને યાદગાર કાર્યક્રમોમાં સ્થાન પામ્યું હોવાનું જણાવાયું છે.
ગુજરાતમાંથી ૧,૨૦૦થી વધુ પ્રતિનિધિઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી રાજકોટ શહેર એકલું જ ૨૦૦થી વધુ પ્રતિનિધિઓ સાથે દેશના અગ્રણી શહેરોમાં સ્થાન મેળવ્યું હતું. રાજકોટ અને સૌરાષ્ટ્રના કેટરર્સે એફએઆઈસી એવોર્ડ્સ ૨૦૨૬ની વિવિધ શ્રેણીઓમાં એવોર્ડ્સ જીતી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.
કાર્યક્રમનું ઉદ્ધાટન રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ શ્રી વસુદેવ દેવનાણીના હસ્તે થયું. આ પ્રસંગે એફએઆઈસીના રાષ્ટ્રીય પ્રમુખ શ્રસ નરેન્દ્ર સોમાણી, વાઇસ પ્રેસિડેન્ટ તથા ઓર્ગેનાઇઝિગ ચેરમેન શ્રી સુનિલ સોંખીયા, સિનિયર જનરલ સેક્રેટરી શ્રી કિરીટ બુદ્દદેવ તથા કોર્ડિનેટ સેક્રેટરી અને એફએઆઈસી સોવેનિયર ચેરમેન શ્રી ચંદ્રેશ મહેતા સહિત દરેક બોર્ડ મેમ્બર્સ તથા દેશભરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ત્રણ દિવસ દરમિયાન યોજાયેલા વિવિધ ટેક્રિકલ સેશન, બિઝનેસ પ્રેઝન્ટેશન, લાઇવ ડેમો, નવીન ટેક્રોલોજી અને આધુનિક કેટરિગ સાધનોના પ્રદર્શનને પ્રતિનિધિઓનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવાયું છે.
વિખ્યાત આંતરરાષ્ટ્રીય પ્રેરણાદાયી વક્તા ડો. વિવેક બિદ્રાના ઊર્જાસભર સત્રે હજારો ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ખીચોખીચ ભરાયેલા ઓડિટોરિયમમાં તેમના બિઝનેસ ગ્રોથ, લીડરશિપ અને સફળતા અંગેના વિચારોને લાંબા સમય સુધી ઉભા રહી તાળીઓથી વધાવવામાં આવ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે.
કાર્યક્રમનું વધુ એક સુપરહિટ આકર્ષણ રહ્યું ‘ફયુચર લીડર્સ-ધ ફયુચર ઓફ કેટરીંગઃ ટ્રેન્ડસ, ચેલેન્જીસ એનડ ઓપરટયુનીટીસ' વિષય પર યોજાયેલ પેનલ ડિસ્કશન. એએફઆઈસી ના પ્રમુખ નરેન્દ્ર સોમાણીના સંચાલનમાં દેશના અગ્રણી કેટરર્સની યુવા પેઢીના પ્રતિનિધિઓએ ટેક્રોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇનોવેશન અને પરંપરાગત ભારતીય આતિથ્ય વચ્ચે સંતુલન જાળવી કેટરિગ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે આગળ લઈ જવાનો સ્પષ્ટ રોડમેપ રજૂ કર્યો, જેને ઉપસ્થિતોએ ખૂબ જ વધાવ્યો.
કન્વેન્શનમાં એક મહત્વપૂર્ણ સામાજિક સંકલ્પ પણ જાહેર કરવામાં આવ્યો. કેટરિગ ઉદ્યોગમાં કાર્યરત અશિક્ષિત મજૂરોના બાળકોને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સાથે જોડવા માટે વિવિધ ટૂંકાગાળાના કોર્સ શરૂ કરી આગામી પેઢીને સ્વાવલંબી અને કુશળ નાગરિક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેઓની યાદીમા જણાવાયું છે.
કાર્યક્રમના સમાપન સમારોહમાં આયોજિત મેગા લકી ડ્રો પણ ભારે આકર્ષણનું કેન્દ્ર રહ્યો. કુલ અંદાજે રૂ. ૧૧ લાખના ૫૧ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં હુન્ડાઈ ઈ ગ્રાન્ડ આઈ૧૦ કાર, બજાજ ચેતક ઈવી સ્કુટર, આઇપેડ, સ્માર્ટ ફોન, ટીવી, કેટરિગ વ્યવસાયમાં ઉપયોગી અનેક ઉપકરણો, ઉપરાંત અનેક કિમતી ગિફટ્સનો સમાવેશ થતો હતો.
દેશના કેટરિંગ ઉદ્યોગ માટે આ કન્વેન્શન માત્ર વેપાર અને ટેક્રોલોજીનું પ્લેટફોર્મ નહીં, પરંતુ ભવિષ્યના વિકાસ, શિક્ષણ, નવીનતા અને રાષ્ટ્રીય એકતાનું શક્તિશાળી મંચ બની રહ્યું હોવાનું સૌએ જણાવ્યું હતું
(2:17 PM IST)










