તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
સોમવારે રાજકોટમાં શહેર-જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા સંગઠન પર્વ યોજાશે
સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ખાતે બેઠક શાળાઓના પ્રશ્નોની ચર્ચા વિચારણા

રાજકોટ, તા. ૭: ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર / જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ - રાજકોટ આયોજિત સંગઠન પર્વ-૨૦૨૬ની બેઠક તા. ૧૦-૦૮-૨૦૨૬ને સોમવારના બપોરે ૨ કલાકે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટ ખાતે મળશે.
જેમાં સંચાલક મંડળ, આચાર્ય સંઘ, ઉચ્ચતર શિક્ષક સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, વહીવટી સંઘ વિગેરેના સૌરાષ્ટ્ર અને ગુજરાતના ટોચના હોદેદારો ઉપસ્થિત રહી સંગઠન મજબૂત કરવા અને શાળાઓના પ્રશ્નો માટે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે.
જેમાં સંચાલક મંડળમાંથી રાજ્યના પ્રમુખ ડો. શંકરસિંહ રાણા, આચાર્ય સંઘના ભાનુભાઈ પટેલ અને ભરતભાઈ ચૌધરી, માધ્યમિક શિક્ષક સંઘના બાબુભાઈ પટેલ, વહીવટી સંઘના મિતેશભાઈ મોદી વિગરે ઉપસ્થિત રહેવાના હોય, તેમજ શિક્ષણ બોર્ડના સભ્ય ડો. નિદત-બારોટ અને મીત રાજકોટ કેળવણી મંડળના નવીનભાઈ ઠક્કરની પ્રેરક ઉપસ્થિતિમાં આ સંગઠન પર્વની ઉજવણી કરવા માટે રાજકોટ શહેર / જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના અધ્યક્ષ ડો. પ્રિયવદન કોરાટ અને સંકલનના દિનેશ ભુવા, એન.ડી. જાડેજા, દર્શિત જાની, શૈલેષ સોજીત્રા, વી.ડી. નૈયા, ડો. લીલાભાઈ કડછા, ભરતસિંહ પરમાર, નારણભાઈ વીરડા, કાંતિભાઈ ઝાપડા વિગેરે આયોજનમાં ભાગ લઈ રહ્યા છે
(2:22 PM IST)










