<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

બેડી ચોકડીએથી રિક્ષામાં ૧.૯ લાખના દારૂ સાથે જીતેન્‍દ્રસિંહ અને જય પકડાયા

એલસીબી ઝોન-૧ પીએસઆઇ મોવલીયા અને ટીમની કામગીરીઃ રવિરાજભાઇ પટગીર, હરેશભાઇ, હિતેષભાઇ, નિખીલભાઇ સહિતની બાતમીથી દરોડો

રાજકોટ તા. ૭: દારૂની હેરાફેરી ડામવા કાર્યરત ટીમો પૈકીની એલસીબી ઝોન-૧ ટીમે વધુ એક વખત વિદેશી દારૂના જથ્‍થા સાથે બે શખ્‍સને પકડી લીધા છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે રવિરાજભાઇ પટગીર,  હરેશભાઈ પરમાર, હિતેષભાઇપરમાર, નિખીલભાઇ પીરોજીયાને બાતમી મળતાં બેડી ગામ પાસે રિક્ષા જીજે૦૩સીવી-૧૧૬૩ આંતરી લીધી હતી. જેમાં તપાસ કરતાં રૂા.  રોયલ ચેલેન્‍જ વ્‍હિસ્‍કીની ૧૮૦ એમએલની કાચના  ૩૩૬  ચપલા રૂા. ૧,૦૮,૨૦૦ના મળી આવતાં તે તથા રિક્ષા મળી ૨,૫૮,૨૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.

પોલીસે બે શખ્‍સો રિક્ષાચાલક જીતેન્‍દ્રસિંહ પ્રવિણસિંહ રાણા (ઉં.વ. ૪૬, રહે. વામ્‍બે આવાસ યોજના, કાલાવડ રોડ અને પાછળ બેઠેલા શખ્‍સ જય ગૌતમભાઈ સોંદરવા (ઉં.વ. ૨૬, રહે. નાના મૌવા, કાલવાડ રોડ)ની ધરપકડ કરી હતી. ડીસીપી હેતલ પટેલની સુચના અંતર્ગત પીએસઆઇ એમ. કે. મોવલીયા, હરેશભાઇ, હિતેષભાઇ, રવિરાજભાઇ, નિખીલભાઇ સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(3:28 PM IST)