તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
વાહન ચેકીંગ, ડ્રાઇવમાં વિદેશી દારૂ સાથે બે મહિલા સહિત ૯ પકડાયા
કુવાડવા પોલીસ, થોરાળા, આજીડેમ, માલવીયાનગર, તાલુકા, પ્ર.નગર પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૭: શહેર પોલીસે અલગ અલગ સ્થળે વાહન ચેકીંગ અને ડ્રાઇવ દરમિયાન વિદેશી દારૂની બોટલો, ચપલા સાથે બે મહિલા સહિત ૯ને પકડયા હતાં. કુવાડવાના ખોરાણાથી જાળીયા ગામના રસ્તા પરથી પર આવેલા નાલા પાસેથી ખોરાણા સરકારી સકૂલ પાસે રહેતાં આકાશ પ્રવિણભાઇ બહુકીયાને રૂા. ૪૮૦૩ની ૭૫૦ એમએલની ૭ બોટલો સાથે તથા ૧૮૦ એમએલના ૨૮ ચપલા મળી કુલ રૂા. ૧૧૧૮૬ના દારૂ સાથે તેમજ આ જ રસ્તા પર ઝૂપડામાં રહેતાં મુકેશ નાથાભાઇ જખાણીયાને રૂા. ૧૩૭૨ની દારૂની બે બોટલ સાથે એએસઆઇ કે. વી. જાડેજા, અરવિંદસિંહ ગોહિલ, પીન્ટુભાઇ હીરપરા સહિતે પકડી લીધા હતાં.
જ્યારે દુધ સાગર રોડ ચુનારાવાડ-૩માંથી રમા નાનજીભાઇ પરમારને રૂા. ૨૭૦૦ના ૧૮૦ એમએલના વ્હીસ્કીના ચપલા સાથે થોરાળા પોલીસ મથકના જે. પી. નીમાવત, વિક્રમભાઇ લોખીલ સહિતે પકડી હતી. તેમજ ગોકુલનગર મેઇન રોડ પર વિજય હોટલ નજીકથી આર્યન ખીમજીભાઇ પરમાર (રહે. ગોકુલનગર-૫)ને માલવીયાનગરના હેડકોન્સ. એસ. સી. ઓગાણીયાએ રૂા. ૫૦૨૫ના વ્હીસ્કીના ૧૫ ચપલા સાથે પકડયો હતો. પોપટપરા સ્મશાન પાસેથી લોધીકાની પંચશીલ સોસાયટીમાં રહેતાં રવિ ભનાભાઇ ચાવડાને રૂા. ૨૦૦ના દારૂના ચપલા સાથે પ્ર.નગરના એન. પી. કુગશીયા સહિતે પકડયો હતો.
જડ્ડુસ ફૂડ ફીલ્ડ નજીક બ્રીજ પાસેથી વાવડીના મહેશ રણછોડભાઇ બોરડને તાલુકા પોલીસના અક્ષયભાઇ નાથાણી સહિતે દારૂના એક ચપલા સાથે પકડયો હતો. તેમજ આજીડેમ પોલીસે કોઠારીયા રીંગ રોડ સનાતન પાર્કમાંથી મનહરસિંહ હરિસિંહ જાદવ (રહે. સનાતન પાર્ક)ને રૂા. ૪૦૦૦ના વ્હીસ્કીના ૨૦ ચપલા સાથે પકડયો હતો. આ ઉપરાંત કોઠારીયા રોડ રણુના મંદિર પાસેથી આસોપાલવ વાટીકાના નૈમિષ કિશોરભાઇ રામાણીને એક બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો. તેમજ કોઠારીયા સોલવન્ટ શીતળા ધાર ૨૫ વારીયા શેરી નં. ૨૯માંથી ગુલાબબા પ્રદિપસિંહ ચુડાસમાને એએસઆઇ આર. ડી. વાંક, સાથેના કુલદીપસિંહ જાડેજા સહિતે રૂા. ૨૦૦૦ના દેશી દારૂ અને વિદેશી દારૂની બે બોટલ સાથે પકડી કાર્યવાહી કરી હતી.
તેમજ માલવીયાનગર પોલીસ મથકના કે. બી. શેખલીયા, સારંગભાઇ, અજયભાઇ સહિતે ચંદ્રેશનગર ચોક અમરનગર-૨માંથી ઉષાબા દિલીપસિંહ ઝાલાને દશેી દારૂની ભઠ્ઠી ચલાવતાં પકડી લઇ રૂા. ૯૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
(3:36 PM IST)










