<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

રતનપરમાં ઝાડા-ઉલ્‍ટી બાદ ત્રણ મહિનાની બાળકીનું મૃત્‍યુ

 

રાજકોટ તા. ૭: મોરબી રોડ પર આવેલા રતનપરમાં રહેતાં સંદિપભાઇ લોઢીયાની દિકરી રૂદ્રાંશી (ઉ. ત્રણ મહિના)નું ઝાડા-ઉલ્‍ટી થયા બાદ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. નવજાત બાળકીને શ્વાસમાં તકલીફ થઇ ગઇ હતી તેમજ ઝાડા-ઉલ્‍ટી પણ થઇ જતાં સારવાર અપાવાઇ હતી. પરંતુ મૃત્‍યુ થતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતક માતા-પિતાનું પહેલુ જ સંતાન હતી. તેણીના પિતા શો રૂમમાં નોકરી કરે છે.

(3:38 PM IST)