<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

વોર્ડ નં. ૮ માં ૬૬૯ ઘરોમાંથી મચ્‍છરના પોરા મળ્‍યાઃ નાશ વનડે-વન વોર્ડ કાર્યક્રમ અંતર્ગત વાહક નિયંત્રણની ઝુંબેશ

મનપાની આરોગ્‍ય શાખાની ૧પ૬ ટીમ દ્વારા સઘન તપાસઃ ૧ર૮ને નોટીસઃ પ૭ વ્‍યકિતઓના લોહીના નમુના લેવાયા

રાજકોટઃ તા.૭, ચોમાસાની ઋતુને ઘ્‍યાને લઇને વાહકજન્‍ય રોગો જેવા કે ડેન્‍ગ્‍યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણને અનુલક્ષીને જાહેર આરોગ્‍યના હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  શરૂ કરવામાં આવેલ ‘‘વન-ડે-વન-વોર્ડ'' કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં. ૮ વાહક નિયંત્રણની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.

આગામી દિવસોમાં બાકી રહેતાં વોર્ડમાં આ ઝુંબેશ હાથ ઘરવામાં આવનાર છે. જેમાં દરરોજ એક-એક વોર્ડમાં આરોગ્‍ય વિભાગના અધિકારી / કર્મચારીઓ, ફિલ્‍ડવર્કર, MPHW, અર્બન ASHA ઘરે-ઘરે જઈને વાહક નિયંત્રણની જુદી-જુદી પ્રવળતીઓ કરાવવામાં આવી રહી છે.

જેમાં વોર્ડ નં.૮ માં ૨૦,૦૧૦ ઘરની મુલાકાત લઇ ૮૬,૩૩૬ પાત્રો ચકાસવામાં આવેલ છે. જેમાંથી ૬૬૯ ઘરમાં પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવેલ છે. ૧૬૩ બિનરહેણાંક એકમોની તપાસ કરવામાં આવેલ છે તથા મચ્‍છર

ઉત્‍પતિ સબબ ૧૨૮ આસામીઓને નોટીસ આપવામાં આવેલ છે. ફિવર સર્વે દરમ્‍યાન પ૭ વ્‍યકિતઓના લોહીના નમુના લેવામાં આવેલ.આ ઝુંબેશ દરમ્‍યાન લગત વોર્ડમાં વોર્ડ નં ૮ ના કોર્પોરેટરો કિરણબેન મહેશભાઇ માકડીયા,  રીટાબેન મનજીભાઇ સખીયા, તથા પ્રવિણભાઇ ભીખુભાઇ સેગલીયા અને સ્‍થાનિક આગેવાનો પણ ઉપસ્‍થિત રહેલ હતા તથા ‘વન - ડે-થી-વોર્ડ' ઝુંબેશ ને સફળ બનાવવા લોકોને મચ્‍છર ઉત્‍પતિ અટકાયતી ઝુંબેશમાં સહકાર આપવા અપીલ કરવામાં આવેલ છે.

(3:52 PM IST)