<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

રાજકોટ લોકમેળોઃ તમામ સ્‍ટોલ વેચાયાઃ હવે સોમવારથી નાણા ભરપાઇ થયે એલોટમેન્‍ટ લેટર-સ્‍ટોલની ફાળવણી શરૂ થશે

મેળામાં સુરક્ષા, પાર્કીંગ, પીવાનું પાણી સ્‍વચ્‍છતા બાબતે પોલીસ તથા મ્‍યુ. કોર્પોરેશન દ્વારા કાર્યવાહી શરૂ..

રાજકોટ,તા.૭: લોકહૈયામાં વસેલા રેસકોર્સ મેદાન પર આગામી દિવસોમાં પરંપરાગત ભવ્‍ય લોકમેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. હાલમાં તમામ પ્રાથમિક તૈયારીઓ આખરી તબક્કામાં પૂર્ણ થઈ ચૂકી છે.

લોકમેળાનું મુખ્‍ય આકર્ષણ એવા ખાણીપીણી અને ચટાકેદાર વાનગીઓના સ્‍ટોલ્‍સ માટે ધંધાર્થીઓમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો છે. મેળામાં ભાગ લેવા માટે મોટી સંખ્‍યામાં અરજીઓ આવી હતી, જે અંતર્ગત તમામ સ્‍ટોલની હરાજીની પ્રક્રિયા હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે.

તંત્ર પાસેથી પ્રાપ્‍ત વિગતો અનુસાર, હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાણીપીણીના વ્‍યવસાય સાથે જોડાયેલા વેપારીઓની માંગને ધ્‍યાનમાં રાખીને જે બાકી રહી ગયા છે તેવા ૧૧ જેટલા ખાણીપીણીના સ્‍ટોલ્‍સ ફાળવવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. ધંધાર્થીઓ દ્વારા સતત માંગણી કરવામાં આવતી હોવાથી, વહીવટી તંત્ર દ્વારા આગામી બે થી ત્રણ દિવસની અંદર જ આ બાકી રહેલા ૧૧ સ્‍ટોલ્‍સની ફાળવણી પણ સત્તાવાર રીતે કરી દેવામાં આવશે. આ સાથે જ મેળાના તમામ પ્રકારના સ્‍ટોલ્‍સની હરાજી અને ફાળવણીનું કામ પૂર્ણતાના આરે પહોંચી જશે.

હરાજી અને ફાળવણીની પ્રક્રિયા આખરી તબક્કામાં હોવાથી, આવતા અઠવાડિયાથી જ સ્‍ટોલ મેળવનાર  તમામ વેપારીઓને તેમના સ્‍ટોલનો કબજો સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. સ્‍ટોલ ધારકો પોતાના સ્‍ટોલ પર સમયસર વેપાર-ધંધાની તૈયારીઓ શરૂ કરી શકે તે માટે તંત્ર દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે.

લોકમેળામાં લાખોની સંખ્‍યામાં ઉમટી પડતી જનમેદનીને ધ્‍યાનમાં રાખીને તંત્ર દ્વારા સુરક્ષા, ર્પાકિંગ, પીવાનું પાણી અને સ્‍વચ્‍છતા જેવી પ્રાથમિક બાબતો પર વિશેષ ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવ્‍યું છે. પોલીસ વિભાગ અને મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્‍ત રીતે મેળાના મેદાન પર સીસીટીવી કેમેરા, વોચ ટાવર અને ફાયર સેફ્‌ટીની પૂરતી વ્‍યવસ્‍થાઓ ગોઠવવામાં આવી રહી છે, જેથી નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં ઉત્‍સવનો આનંદ માણી શકે. (

(3:54 PM IST)