તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
રાજકોટમાં આઠ પીઆઈની આંતરિક બદલી : પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ બદલીનો હુકમ જારી કર્યો : જુઓ લિસ્ટ
વહીવટી સરળતા ખાતર તાત્કાલિક અસરથી બદલીના આદેશ : વધારાના ચાર્જમાંથી મુક્ત કરી નવા સ્થળે હાજર થવા સૂચના

રાજકોટ : રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા વહીવટી સરળતા ખાતર શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં ફરજ બજાવતા ૮ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરો (પો.ઇન્સ.) ની આંતરિક બદલીનો કચેરી હુકમ જારી કરવામાં આવ્યો છે. આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી બદલીવાળા સ્થળે છુટા થઈ હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યા છે.
બદલી થયેલા પોલીસ ઇન્સ્પેક્ટરોની વિગત:
૧. સુશ્રી આર.જી.પઢિયાર: લીવ રીઝર્વ એટેચ EOW માંથી મહિલા પો.સ્ટે ખાતે બદલી.
૨. સુશ્રી એસ.બી.બુટીયા: મહિલા પો.સ્ટે માંથી રીડર ટુ સીપી ખાતે બદલી.
૩. પી.આર.ડોબરીયા: ડી.સી.બી. એટેચ EOW માંથી સાયબર ક્રાઇમ ખાતે બદલી.
૪. બી.બી.જાડેજા: સાયબર ક્રાઇમ પો.સ્ટે માંથી AHTU ખાતે બદલી.
૫. કે.કે.ગોહિલ: AHTU માંથી ગાંધીગ્રામ-૨ (યુનિ) પો.સ્ટે ખાતે બદલી.
૬. સી.એન.દવે: ગાંધીગ્રામ-૨ (યુનિ) પો.સ્ટે માંથી EOW ખાતે બદલી.
૭. સુશ્રી એસ.એમ.સોલંકી: IUCAW માંથી ટ્રાફિક શાખા ખાતે બદલી.
૮. જે.જે.હળવદીયા: ટ્રાફિક શાખા માંથી એન્ટી રેડીકલાઇઝેશન સેલ ખાતે બદલી.
વધારાના ચાર્જમાંથી મુક્તિ:
બદલીના આદેશની સાથે જ ત્રણ અધિકારીઓને તેમના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે:
પો.ઇન્સ. કે.કે.ગોહિલ (AHTU) ને MOB ના ચાર્જમાંથી મુક્ત કરાયા છે.
પો.ઇન્સ. સુશ્રી એસ.એમ.સોલંકી (IUCAW) ને રીડર ટુ સીપીના ચાર્જમાંથી મુક્ત કરાયા છે.
પો.ઇન્સ. એ.એલ.વરચંદ (ખાસ શાખા) ને એન્ટી રેડીકલાઇઝેશન સેલના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
કચેરી હુકમ અનુસાર તમામ સંબંધિત અધિકારીઓને બદલીવાળા સ્થળે તાત્કાલિક છુટા થઈ અને હાજર થઈ તે અંગેની જાણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
(6:51 PM IST)










