<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

કાલે વિશ્વ આદિવાસી દિવસ : ભવ્‍ય રેલી નીકળશે

એક તીર એક સમાન સભી આદિવાસી એક સમાન : આદિવાસી સંસ્‍કૃતિ અને એકતાનો અનોખો સંગમ જોવા મળશે : બિરસા મુંડાની પ્રતિમાએથી રેલીનો થશે પ્રારંભ, આદિવાસી સંસ્‍કૃતિની ધૂન સાથે ડીજેની જમાવટ જામશે

રાજકોટ : રંગિલા રાજકોટ શહેરમાં વસતા આદિવાસી સમાજ માટે આગામી ૯મી ઓગસ્‍ટનો દિવસ ભારે ઉત્‍સાહ, ઉમંગ અને ગૌરવ લઈને આવી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં જ્‍યારે ‘વિશ્વ આદિવાસી દિવસ'ની ઉજવણી થઈ રહી છે, ત્‍યારે દર વર્ષની ઉજ્જવળ પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ આદિવાસી ભીલ પંચ - રાજકોટ (રજીસ્‍ટર નંબર A-132) દ્વારા શહેરભરમાં આદિવાસી સમાજની સાંસ્‍કળતિક વિરાસત, અસ્‍મિતા અને એકતાના પ્રતિકરૂપે ધામધૂમથી ભવ્‍ય ઉજવણી કરવાનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે. આ ઉજવણીના ભાગરૂપે રાજકોટના મુખ્‍ય માર્ગો પર ડીજેના તાલ અને આદિવાસી સંસ્‍કળતિના વિશેષ ધૂન સાથે એક વિશાળ રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે.

આગામી ૯ ઓગસ્‍ટ, ૨૦૨૬ના રોજ યોજાનાર આ ભવ્‍ય ઉજવણી અંતર્ગત સમાજના તમામ લોકો માટે બપોરે ૩ વાગે બિરસા મુંડાની પ્રતિમાએ એકત્રિત થવાનો સમય નક્કી કરવામાં આવ્‍યો છે. ત્‍યારબાદ બપોરે ૪ વાગે ડીજે સિસ્‍ટમ્‍સના ધમધમાટ અને પરંપરાગત આદિવાસી ધૂનની રજૂઆત સાથે આકર્ષક રેલીનો વિધિવત પ્રારંભ થશે. આ રેલી માત્ર એક ઉત્‍સવ જ નહીં પરંતુ આદિવાસી સમાજની સમળદ્ધ સંસ્‍કળતિ, સંગઠન શક્‍તિ અને ઓળખને ઉજાગર કરવાનું એક સશક્‍ત માધ્‍યમ બનશે.

આ ભવ્‍ય આયોજનના ભાગરૂપે આદિવાસી ભીલ પંચ (રજી. નં. A-132)ના હોદ્દેદારો અને કારોબારી સભ્‍યો દ્વારા રાજકોટ શહેર તથા આસપાસના વિસ્‍તારોમાં વસતા સમસ્‍ત આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો અને વડીલોને પોતાના પરિવાર સાથે બોહળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. પોતાની અનોખી પરંપરાઓ, વિરાસત અને સંગઠનની તાકાતને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્‍ય સાથે સૌ સમાજજનોને નિર્ધારિત સમયે ઉપસ્‍થિત રહીને આ સાંસ્‍કળતિક રેલીને અભૂતપૂર્વ રીતે સફળ બનાવવા પંચ દ્વારા વિનંતી સાથે આહ્વાન કરવામાં આવ્‍યું છે.

શ્રી ભીલપંચ - રાજકોટના સર્વશ્રી દર્શનભાઇ ભીલ-મો. ૯૮ર૪૮૮૭૭૭૭, રમેશભાઇ કોલી-મો. ૯૮૪ર૮૦૩૮૭૧૯ અને ઉત્તમભાઇ રાઠોડ-મો. ૯૭ર૭૬૯૦૬૪૬એ જણાવ્‍યું છે. 

(11:18 AM IST)