તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
થેલેસેમિયા મેજર બાળકોને સિવિલમાં અપાતી દવા-ઇન્જેક્શન ખતમઃ સેવાભાવી સંગઠનોની રજૂઆત : જુઓ વિડીયો
એક કાર્યકરે ચાર્લી ચેપ્લીનનો લૂક ધારણ કરી અલગ અલગ બેનર્સ સાથે આરએમઓ ડો. દુસરાને આવેદન પાઠવ્યું

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા મેજર બાળકોને લોહીની સાથે આપવામાં આવતાં વધારાના તત્વોને ઘટાડવા માટે કેલ્ફેર નામની દવા આપવામાં આવે છે, જે બાળકો માટે ખુબ જરૂરી છે. પરંતુ ઘણા સમયથી આ દવા સિવિલમાં ખતમ થઇ ગઇ હોઇ તેમજ બાળકોને જરૂરી ડેસ્ફકરાલ ઇન્જેક્ શન પણ હાલમાં ન હોઇ જુદા જુદા સેવાભાવી સંગઠનો દ્વારા તબિબી અધિક્ષકને આ અંગે આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે થેલેસેમિક બાળકોને દર ૧૫ દિવસે લોહી ચડાવવું પડે છે. સામાન્ય બ્લડ ચડાવાય તો તેનું રીએકશન આવે છે, જેથી બાળકની હાલત ખરાબ થઇ જાય છે. આ માટે સિવિલને દાતાઓ તરફથી બ્લડ ફિલ્ટર માટેનું એલઆર મશીન અપાયું છે. પરંતુ મહિનાઓથી મશીન ધુેળ ખાય છે. એલઆર રક્ત એકત્ર કરવાની બેગ પણ સિવિલમાં ઉપલબ્ધ નથી. એલઆર બોટલ ન હોય તો ફિલ્ટર સેટ રાખવો જોઇએ તે પણ બાળકોમાં રિએક્શન રોકવામાં મદદરૂપ થાય છે. પરંતુ મહિનાઓથી ફિલ્ટર સેટ પણ સિવિલમાં ઉપલબ્ધ નથી. થેલેસેમિક દર્દીઓ, બાળકોને પડતી મુશ્કેલીઓ તાકીદે નિવારવા રજૂઆત કરી માંગણી કરવામાં આવી હતી. રજૂઆત કરનારા પૈકીના એક કાર્યકર ચાર્લી ચેપ્લીનનો લૂક ધારણ કર્યો હતો અને કાર્યકરોએ પણ અલગ અલગ સ્લોગન સાથેના બેનર હાથમાં રાખ્યા હતાં. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(3:18 PM IST)










