<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

રાજકોટ મહિલા બાર.એસો.ની મહિલા વકીલો માટે આબુ-અંબાજી પ્રવાસ સંપન્ન

રાજકોટઃ રાજકોટના જાણિતા  અને બી.સી. આઇના મેમ્‍બર  દિલીપભાઇ  પટેલ દ્વારા રાજકોટ મહિલા બાર  એસોસિએશન ની ૪૦ મહિલા ધારાશાષાીઓ  ને અંબાજી મંદિર તથા આબુ વિવિધ સ્‍થળો ની મુલાકાત લેવા માટે એક પ્રવાસનું આયોજન કરેલ છે અને આ પ્રવાસમાં રાજકોટ મહિલા બાર એસોસિયન ના પ્રગતિબેન માકડીયા, નયનાબેન ચૌહાણ, સ્‍મિતાબેન અત્રી, રક્ષાબેન ઉપાધ્‍યાય નિશા લુણાગરિયા, ની આગેવાની નીચે તેમજ તેની સાથે બાર એસોસિએશન ના પ્રમુખ સુમિત વોરા વ્‍યવસ્‍થા માટે સાથે રહેલ છે. અંબાજી માતાજીના દર્શન કરી અને પ્રવાસમાં આબુ માં વરસાદી માહોલ ના વાતાવરણ, નેચરલ ધોધ, બ્રહ્માકુમારી આશ્રમ,અર્બુદા માતાજી મંદિર, નક્કી લેક ઝીલ નો મહિલા ધારાસભ્‍યો આનંદ મેળવી રહેલ છે અને દરરોજના ટેન્‍શન વાળા કોર્ટના કામમાંથી ટેન્‍શન ફ્રી વાતાવરણમાં આવી ગયેલ છે.

(2:17 PM IST)