News of Saturday, 8th August 2026
રાજકોટ લોકમેળોઃ કલાકારો અને ગ્રુપો પાસેથી સાંસ્કૃતિક કાર્યક્રમો અંગે અરજીઓ મંગાવાઇ

રાજકોટ તા.૮: જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જન્માષ્ટમી તહેવાર દરમ્યાન તા.૦૨-૦૯-૨૦૨૬ થી તા.૦૬-૦૯-૨૦૨૬ દરમ્યાન રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે લોકમેળોઃ૨૦૨૬નું આયોજન કરવામાં આવેલ છે. લોકમેળામાં દરરોજ સાંજે ૪ થી ૮ કલાક દરમ્યાન સાંસ્કળતિક કાર્યક્રમો જેવા કે લોક ડાયરો, લોકનૃત્ય, રાસ, પ્રાચીન-અર્વાચીન ગરબા, સોલો, કરાઓકે ગ્રુપ, શાષાીય નળત્ય ગ્રુપ, સેમી કલાસીકલ, વાદ્યવળંદ, યોગા ગ્રુપ, જીમ્નાસ્ટીક ગ્રૂપ વગેરે રજૂ માંગતા કલાકાર - ગ્રુપ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. પસંદગી પામેલ કલાકાર - ગ્રુપને લોકમેળા દરમ્યાન કાર્યક્રમ ફાળવવામાં આવશે. લોકમેળામાં સાંસ્કળતિક કાર્યક્રમ રજૂ કરવા માંગતા કલાકારラગળપએ નિયત નમુનાનાં અરજીફોર્મમાં સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધાર પૂરાવા સાથે ‘‘પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય, ૫/૫,બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ'' ખાતે તા. ૧૭-૦૮-૨૦૨૬નાં બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાનું રહેશે
(2:18 PM IST)










