<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

વિનોદનગર પાસે રહેતાં હીરાઘસુ મહિલા હેતલબેનનો ગળાફાંસો ખાઇ આપઘાત

કેટલાક સમયથી ડિપ્રેશનમાં રહેતાં હોઇ પગલુ ભર્યુઃ પરિવારમાં શોકઃ ભક્‍તિનગરના હેડકોન્‍સ. તોરલબેન જોષીએ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૮: કોઠારીયા રોડ પર વિનોદનગર ક્‍વાર્ટર સામે રહેતાં મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. ઘરમાં મદદરૂપ થવા હીરા ઘસવાનું કામ કરતાં હતાં. ડીપ્રેશનને કારણે પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રોડ હુડકો નજીક વિનોદનગર ક્‍વાર્ટરની સામે પાણીના ટાંકાની બાજુમાં  રહેતાં હેતલબેન હિતેષભાઇ લીંબા (ઉ.વ.૪૭) નામના મહિલાએ રાતે ઘરે લોખંડની ગ્રીલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ બોલાવાઇ હતી. પરંતુ તેના તબિબ સમતી પારગીએ હેતલબેનને મૃત જાહેર કરી પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં જાણ કરતાં ઇન્‍ચાર્જ પીએસઆઇ એલ. બી. ડીંડોરે જાણ કરતાં ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. તોરલબેન જોષી સહિતે ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

આપઘાત કરનાર હેતલબેનને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. દિકરી મુંબઇ છે. તેણીના પતિ છુટક મજૂરી કરે છે. હેતલબેન પોતે પણ હીરાના કારખાનામાં કામ કરવા જતાં હતાં. માનસિક ડિપ્રેશનને કારણે તેમણે આ પગલુ ભર્યાનું સગાએ પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું. આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(2:26 PM IST)